________________
૨૫૮
અંગબાહ્ય આગમો
દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પ), વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાસિત, જંબૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ક્ષુલ્લિકાવિમાન-પ્રવિભક્તિ, મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા,વિવાહચૂલિકા, અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલધરોપપાત, દેવેન્દ્રોપપાત ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, નાગપરિજ્ઞાપનિકા, નિરયાવલિકા, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા, આશીવિષભાવના, દૃષ્ટિવિષભાવના, સ્વપ્રભાવના, મહાસ્વપ્રભાવના, તેજોગ્નિનિસર્ગ વગેરે ૮૪ સહસ્ર પ્રકીર્ણકો પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનાં છે, સંધ્યેય સહસ્ર પ્રકીર્ણકો મધ્યમ જિનવરોનાં છે તથા ભગવાન વર્ધમાનનાં ૧૪સહસ્ર પ્રકીર્ણકો છે. અથવા જે તીર્થંકરના જેટલા શિષ્ય ઔત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી – આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હોય છે તે તીર્થંકરના તેટલા જ સહસ્ર પ્રકીર્ણકો હોય છે અને પ્રત્યેક બુદ્ધ પણ તેટલા જ હોય છે. અહીં સુધી અંગબાહ્ય – અનંગપ્રવિષ્ટ શ્રુતનો અધિકાર છે.
i
અંગપ્રવિષ્ટ શ્રુત બાર પ્રકારનું છે. તેને દ્વાદશાંગ પણ કહે છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક અંગનો ક્રમશઃ પરિચય આપવામાં આવ્યો છે. અંતિમ અંગ દૃષ્ટિવાદ (જે આ સમયે વિદ્યમાન નથી)ને સર્વભાવપ્રરૂપક કહેવાયું છે. દૃષ્ટિવાદ સંક્ષેપમાં પાંચ પ્રકારે છે ઃ ૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ, ૫. ચૂલિકા. આમાંથી પરિકર્મના સાત ભેદ છે : ૧. સિદ્ધશ્રેણિકાપરિકર્મ, ૨. મનુષ્યશ્રેણિકાપરિકર્મ, ૩. પૃષ્ઠશ્રેણિકાપરિકર્મ, ૪. અવગાઢશ્રેણિકાપરિકર્મ, ૫. ઉપસંપાદનશ્રેણિકાપરિકર્મ, ૬. વિપ્રજહશ્રેણિકાપરિકર્મ, ૭. ચ્યુતાચ્યુતશ્રેણિકાપરિકર્મ. આના અનેક ભેદ-પ્રભેદ છે. સૂત્ર બાવીસ પ્રકારના છે ઃ ૧. ઋજુસૂત્ર, ૨. પરિણતાપરિણત, ૩. બહુભંગિક, ૪. વિજયચરિત, ૫. અનન્તર, ૬. પરમ્પર, ૭. આસાન, ૮. સંયૂથ, ૯. સંભિન્ન, ૧૦. યથાવાદ, ૧૧. સ્વસ્તિકાવર્ત, ૧૨. નન્દાવર્ત, ૧૩, બહુલ, ૧૪. પૃષ્ટાપૃષ્ટ, ૧૫. વ્યાવર્ત, ૧૬. એવંભૂત, ૧૭. કાવર્ત, ૧૮. વર્તમાનપદ, ૧૯. સમભિરૂઢ, ૨૦. સર્વતોભદ્ર, ૨૧. પ્રશિષ્ય, ૨૨.દુષ્પ્રતિગ્રહ. પૂર્વગત ચૌદ પ્રકારનું છેઃ ૧. ઉત્પાદપૂર્વ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦.વિદ્યાનુપ્રવાદ, ૧૧. અવન્ધ્ય, ૧૨. પ્રાણાયુ, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોકબિંદુસાર. અનુયોગ બે પ્રકારનો છે ઃ : મૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં તીર્થંકરોના પૂર્વભવ, જન્મ, અભિષેક વગેરેનું વિશદ વર્ણન છે. ગણ્ડિકાનુયોગમાં કુલકર–ગણ્ડિકા, તીર્થંકર-ગણ્ડિકા, ચક્રવર્તિ-ગણ્ડિકા વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
૧. સૂ. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org