________________
૨૬૨
અંગબાહ્ય આગમો
કોઈનું ‘આવશ્યક’ નામ રાખી દેવું નામ-આવશ્યક છે. કોઈ વસ્તુની આવશ્યકના રૂપમાં સ્થાપના કરવાનું નામ સ્થાપના-આવશ્યક છે. તેના ચાલીસ ભેદ છે : ૧. કાષ્ઠકર્મજન્ય, ૨. ચિત્રકર્મજન્ય, ૩. વસકર્મજન્ય, ૪. લેપકર્મજન્ય, ૫. ગ્રન્થિકર્મજન્ય, ૬. વેષ્ટનકર્મજન્ય, ૭. પૂરિમકર્મજન્ય', ૮. સંઘાતિમુકર્મજન્યર, ૯. અક્ષકર્મજન્ય, ૧૦. વરાટકકર્મજન્ય’. આમાંથી પ્રત્યેકના એકરૂપ તથા અનેકરૂપ બે ભેદ થાય છે. તે પુનઃ સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપનાના ભેદથી બે પ્રકારના છે. આ રીતે સ્થાપના આવશ્યકના કુલ ચાલીસ ભેદ છે. દ્રવ્ય આવશ્યકના બે ભેદ છે ઃ આગમતઃ અને નોઆગમતઃ. ‘આવશ્યક’ પદ શીખી લેવું તથા તેનું નિર્દોષ ઉચ્ચારણ વગેરે કરવું તે આગમતઃ દ્રવ્યાવશ્યક છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે સૂત્રકારે સાતેય
નયથી દ્રવ્ય-આવશ્યકનો વિચાર કર્યો છે. નોઆગમતઃ દ્રવ્યાવશ્યકનો ત્રણ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે ઃ જ્ઞશરીર, ભવ્યશરીર અને તવ્યતિરિક્ત. ‘આવશ્યક’ પદના અર્થને જાણનાર પ્રાણીના પ્રાણરહિત શરીરને જ્ઞશરીરદ્રવ્યાવશ્યક કહે છે. જેમ મધ અથવા ઘીના ખાલી ઘડાને પણ મધુઘટ અથવા ધૃતઘટ કહે છે કેમ કે તેમાં પહેલા મધ અથવા ઘી હતું, તે જ રીતે આવશ્યક પદનો અર્થ જાણનાર ચેતન તત્ત્વ વર્તમાનમાં વિદ્યમાન નથી છતાં પણ તેનું શરીર આવશ્યકના ભૂતકાલીન સંબંધને કારણે દ્રવ્યાવશ્યક કહેવાય છે. જે જીવ આ સમયે ‘આવશ્યક’ પદનો અર્થ નથી જાણતો પરંતુ આગામી કાળમાં પોતાના આ જ શરીર દ્વારા તે શીખશે તેનું શરીર ભવ્યશરીર-દ્રવ્યાવશ્યક કહેવાય છે. જેમ નવા ઘડાને પણ આગામી કાળની અપેક્ષાએ કૃતઘટ અથવા મધુઘટ કહે છે તે જ રીતે ભવિષ્યમાં ‘આવશ્યક’ પદનો અર્થ જાણનાર શરીરને પણ દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. તદ્યતિરિક્ત અર્થાત્ જ્ઞશરીર તથા ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ બતાવતાં સૂત્રકાર કહે છે કે એ ત્રણ પ્રકારનું છે : લૌકિક, કુપ્રાવચનિક અને લોકોત્તરીય. રાજા, યુવરાજ, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વગેરેનું પ્રાતઃકાલીન અથવા સાયંકાલીન આવશ્યક કર્તવ્ય લૌકિક દ્રવ્યાવશ્યક છે. ચામડું વગેરે ધારણ કરનાર કુતીર્થિકોની ક્રિયાઓ કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક છે. શ્રમણના ગુણોથી રહિત, નિરંકુશ, જિન ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સ્વચ્છંદવિહારી સ્વમતાનુયાયીની ઉભયકાલીન ક્રિયાઓ લોકોત્ત૨ દ્રવ્યાવશ્યક છે. અહીં સુધી દ્રવ્યાવશ્યકનો અધિકાર છે. ભાવઆવશ્યક પણ આગમતઃ અને નોઆગમતઃ
૧. ધાતુ વગેરેને પીગળાવીને સાંચામાં ઢાળવી.
૨. વસ્ત્રાદિના ટુકડા જોડવા. ૩. પાસા. ૪. કોડી. ૫. સૂ. ૭-૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org