________________
. ૨૪૭
નન્દી ચારેય બાજુથી તેના જ્ઞાનને હાનિ પહોંચે છે. આ જ ટ્વીયમાન અવધિનું સ્વરૂપ છે. જે જઘન્યપણે અંગુલના અસંખ્યાતમા ભાગ અથવા સંખ્યામાં ભાગ યાવત યોજનલક્ષપૃથક્વ અને ઉત્કૃષ્ટપણે સંપૂર્ણ લોકને જાણી પછી પાછું ફરી જાય છે તે પ્રતિપાતિક અવધિજ્ઞાન છે. અલોકના એક પણ આકાશ-પ્રદેશને જાણ્યા અને જોયા પછી આત્માનું અવધિજ્ઞાન અપ્રતિપાતિક બને છે. વિષયની દૃષ્ટિએ અવધિજ્ઞાન ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે : 1. દ્રવ્યવિષયક, ૨. ક્ષેત્રવિષયક, ૩. કાલવિષયક અને ૪. ભાવવિષયક. દ્રવ્યદૃષ્ટિએ અવધિજ્ઞાની જઘન્ય અર્થાત ઓછામાં ઓછું અનંત રૂપી દ્રવ્યોને જાણે છે અને જુએ છે અને ઉત્કૃષ્ટપણે અર્થાત અધિકમાં અધિક બધા રૂપી દ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રની દષ્ટિએ અવધિજ્ઞાની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ છે અને ઉત્કૃષ્ટ લોકપ્રમાણ અસંખ્ય ખંડોને (અલોકમાં) જાણે અને જુએ છે. કાળની દષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યપણે આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે છે, જુએ છે અને ઉત્કૃષ્ટપણે અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ અતીત અને અનાગત કાળને જાણે છે, જુએ છે. ભાવદષ્ટિએ અવધિજ્ઞાની જઘન્યપણે અનંત ભાવો પર્યાયો)ને જાણે અને જુએ છે તેમ જ ઉત્કૃષ્ટપણે પણ અનંત ભાવોને જાણે અને જુએ છે (સમસ્ત ભાવોના અનંતમા ભાગને જાણે અને જુએ છે). મન:પર્યયજ્ઞાન :
મન:પર્યયજ્ઞાન શું છે? તે મનુષ્યોને થાય છે કે અમનુષ્યોને? મનુષ્યોને થાય છે તો સંમૂચ્છિમ મનુષ્યોને થાય છે કે ગર્ભજ મનુષ્યોને ? આ જ્ઞાન સંમૂચ્છિમ મનુષ્યોને નહિ પરંતુ ગર્ભજ મનુષ્યોને જ થાય છે. ગર્ભજ મનુષ્યોમાંથી પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને જ થાય છે, અકર્મભૂમિ અથવા અંત રદ્વીપના ગર્ભજ મનુષ્યોને નહિ. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી પણ સંખ્યય વર્ષના આયુષ્યવાળાઓને જ થાય છે, અસંખ્યય વર્ષના આયુષ્યવાળાઓને નહિ. સંખ્યય વર્ષના
૧. સૂ. ૧૩.
- ૨. રથી ૯ સુધીની સંખ્યા પૃથક્ત કહેવાય છે. ૩. સૂ. ૧૪.
૪. સૂ. ૧૫. ૫. અનંત અનેક પ્રકારનું છે, આથી આ કથનમાં કોઈ પ્રકારનો વિરોધ ન સમજવો જોઈએ. ૬. સૂ. ૧૬. અહીં ક્ષેત્ર અને કાળને જાણે છે – જુએ છે એમ કહ્યું છે પરંતુ આ ઉપચાર છે. હકીકતે
તગત રૂપી પદાર્થને જાણે છે – જુએ છે. ૭. મળમૂત્ર વગેરેમાં પેદા થનારા મનુષ્યોને સંમૂછિમ મનુષ્યો કહે છે. તેમનું શરીર અંગુલના
અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને તેઓ અંતર્મુહૂર્તના ઘણા થોડા સમયમાં જ મરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org