________________
નન્દી
૨૪૫ છે. જે રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈપણ વિષયમાં વિદ્વત્તા ધરાવતો ન હોય છતાં અનાદરના ભયથી કોઈ વિદ્વાનને કંઈ પૂછતો નથી પરંતુ માત્ર વાતપૂર્ણ બસ્તિ-વાયુથી ભરેલી મશકની જેમ લોકો પાસેથી પોતાના પાંડિત્યની પ્રશંસા સાંભળીને ફુલાતો રહે છે, એ જ રીતે જે લોકો પોતાની આગળ બીજાને કંઈ નથી સમજતા તેમની સભા દુર્વિદગ્ધા કહેવાય છે. જ્ઞાનવાદ:
આટલી ભૂમિકા બાંધ્યા પછી સૂત્રકાર પોતાના મૂળ વિષય પર આવે છે. તે વિષય છે જ્ઞાન. જ્ઞાન શું છે? જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યયજ્ઞાન અને ૫. કેવલજ્ઞાન (સેf નાખે ? ના પંવદં पन्नत्तं, तं जहा-आभिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं।). આ જ્ઞાનસંક્ષેપમાં બે પ્રકારનું છે -પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષનું શું સ્વરૂપ છે? પ્રત્યક્ષના વળી બે ભેદ છે : ઈન્દ્રિય-પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય-પ્રત્યક્ષ. ઈન્દ્રિય-પ્રત્યક્ષ શું છે? ઈન્દ્રિય-પ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે: ૧. શ્રોત્રેન્દ્રિય-પ્રત્યક્ષ, ૨. ચક્ષુરિન્દ્રિય-પ્રત્યક્ષ, ૩. ધ્રાણેન્દ્રિય-પ્રત્યક્ષ, ૪. જિલૅન્દ્રિય-પ્રત્યક્ષ, ૫. સ્પર્શેન્દ્રિય-પ્રત્યક્ષ. નોઈન્દ્રિય-પ્રત્યક્ષ શું છે? નોઈન્દ્રિય-પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે: ૧. અવધિજ્ઞાન-પ્રત્યક્ષ, ૨. મન:પર્યયજ્ઞાનપ્રત્યક્ષ, ૩. કેવલજ્ઞાન-પ્રત્યક્ષ. અવધિજ્ઞાન:
અવધિજ્ઞાન-પ્રત્યક્ષ શું છે? અવધિજ્ઞાન-પ્રત્યક્ષ બે પ્રકારનું છે : ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કયું છે? ભવપ્રત્યયિક અર્થાત્ જન્મથી થનારું અવધિજ્ઞાન બે જણને થાય છે : દેવોને અને નારકોને, ક્ષાયોપથમિક અવધિજ્ઞાન શું છે? ક્ષાયોપથમિક અવધિજ્ઞાન પણ બે જણને થાય છે : મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચોને. તેને ક્ષાયોપથમિક કેમ કહેવામાં આવે છે? અવધિજ્ઞાનને ઢાંકનારા કર્મોમાંથી ઉદીર્ણનો ક્ષય તથા અનુદીર્ણનું ઉપશમન થવાથી ઉત્પન્ન થવાને કારણે તેને લાયોપથમિક અવધિજ્ઞાન કહે છે. રવાવસયિં તથા વળિજ્ઞાનું મૂળ
દ્રામાં કવિણા ૩વસમાં ગોહિના સમુjન અથવા ગુણપ્રતિપન્ન અનગાર – મુનિને જે અવધિજ્ઞાન થાય છે તે ક્ષાયોપથમિક છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન સંક્ષેપમાં છ પ્રકારનું કહેવામાં આવ્યું છે : ૧. આનુગામિક, ર. અનાનુગામિક, ૩. વર્ધમાનક, ૪. ફ્રીયમાનક, ૫. પ્રતિપાતિક, ૬. અપ્રતિપાતિક*. આનુમાનિક અવધિજ્ઞાન બે પ્રકારનું છે : અંતગત અને મધ્યગત. અંતગત આનુગામિક
૧. સૂ. ૧,
૨. . ૨-૫.
૩. સૂ. ૮.
૪. સૂ. ૯.
અં. આ.- ૧૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org