________________
૨૪૪
કલ્પસૂત્રની સ્થવિરાવલી આ પ્રમાણે છે
૧. સુધર્મ
૨. જંબૂ
૩. પ્રભવ
૪. શય્યભવ ૫. યશોભદ્ર
૬. સંભૂતિવિજય
૭. સ્થૂલભદ્ર ૮. સુહસ્તી
૨૦. નક્ષત્ર
૯. સુસ્થિતસુપ્રતિબુદ્ધ ૨૧. ૨ક્ષ
૧૦. ઈન્દ્રદિશ
૧૧. દિશ
૧૨. સિંહગિરિ
૧૩. વજ
૧૪. શ્રીરથ
૧૫. પુષ્યગિરી
૧૬. ફલ્ગુમિત્ર
૧૭. ધનિંગરી
૧૮. શિવભૂતિ
૧૯. ભદ્ર
૨૨. નાગ
૨૩. જેહિલ
Jain Education International
અંગબાહ્ય આગમો
૨૪. વિષ્ણુ
૨૫. કાલક
For Private & Personal Use Only
૨૬. સંપલિતભદ્ર
૨૭. વૃદ્ધ
૨૮. સંઘપાલિત
૨૯. શ્રીહસ્તી
૩૦. ધર્મ
૩૧. સિંહ
૩૨. ધર્મ
શ્રોતા અને સભા ઃ
મંગલાચરણ રૂપે અર્હત્ વગેરેની સ્તુતિ કર્યા પછી સૂત્રકારે સૂત્રનો અર્થ ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવનારા શ્રોતાઓનું ચૌદ દૃષ્ટાંતોપૂર્વક વર્ણન કર્યું છે. તે દૃષ્ટાંતો આ પ્રમાણે છે :- ૧. શૈલ અને ઘન, ૨. કુટક અર્થાત્ ઘડો, ૩. ચાળણી, ૪. પરિપૂર્ણક, ૫. હંસ, ૬. મહિષ, ૭. મેષ, ૮. મશક, ૯. જળો, ૧૦. બિલાડી, ૧૧. જાહક અર્થાત્ શાહુડી, ૧૨. ગાય, ૧૩. ભેરી, ૧૪. આભીરી. એ વિષયની ગાથા આ પ્રમાણે છે :
૩૩. શાંડિલ્ય ૩૪. દેવર્ધિગણિ
સેલ-પળ-ડા-ચાતિળિ, પરિપુળા હંસ-મહિસ-મેતે હૈં । મસા-ખજૂર-બિરાજી, નાહા-ગો-મેરી-આમીરી આ દષ્ટાંતોનું ટીકાકારોએ વધુ સ્પષ્ટીકરણ કર્યું છે.
||
શ્રોતાઓના સમૂહને સભા કહે છે. સભા કેટલા પ્રકારની હોય છે ? આ પ્રશ્નનો વિચાર કરતાં સૂત્રકાર કહે છે કે સભા સંક્ષેપમાં ત્રણ પ્રકારની હાય છે : જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને દુર્વિદગ્ધા. જેમ હંસ પાણી છોડીને દૂધ પી જાય છે તે જ રીતે ગુણસંપન્ન પુરુષો દોષો છોડીને ગુણો ગ્રહણ કરી લે છે. એ જાતના પુરુષોની સભા જ્ઞાયિકા કહેવાય છે. જે શ્રોતા મૃગ, સિંહ અને કુક્કુટના બચ્ચાઓની જેમ પ્રકૃતિથી મધુર હોય છે તથા અસંસ્થાપિત રત્નોની જેમ કોઈપણ રૂપમાં સ્થાપિત કરી શકાય છે – કોઈપણ માર્ગમાં ગોઠવી શકાય છે તેઓ અજ્ઞાયિકછે. આ પ્રકારના શ્રોતાઓની સભા અજ્ઞાયિકા કહેવાય
www.jainelibrary.org