________________
૨૪૬
અંગબાહ્ય આગમો અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે :- પુરતઃ અંતગત, માર્ગત અંતગત અને પાર્શ્વતઃ અંતગત. જેવી રીતે કોઈ પુરુષ ઉલ્કા – દીવડી, ચટુલી – છેડેથી સળગતી ઘાસની પૂળી, અલાત – તણખલા ઉપર રહેલો અગ્નિ, મણિ, પ્રદીપ અથવા બીજા કોઈ પ્રકારની જ્યોત આગળ રાખી આગળ ચાલ્યો જાય છે તે જ રીતે જે જ્ઞાન આગળના પ્રદેશને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પુરતઃ અંતગત અવધિજ્ઞાન છે. જેવી રીતે કોઈ પુરુષ ઉલ્કા વગેરે પાછળ રાખીને સાથે લઈ ચાલતો જાય છે તેવી રીતે જે જ્ઞાન પાછળથી ક્ષેત્રને પ્રકાશિત કરતું જાય છે તે માર્ગત અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. જેવી રીતે કોઈ પુરુષ દીવડી વગેરે પોતાની બાજુમાં રાખી આગળ વધે છે તેવી રીતે જે જ્ઞાન બાજુના પદાર્થોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાર્શતઃ અંતગત અવધિજ્ઞાન છે. મધ્યગત અવધિજ્ઞાન કોને કહે છે? જે રીતે કોઈ પુરુષ ઉલ્કા વગેરે પ્રકાશ આપતા પદાર્થોને મસ્તક પર રાખી ચાલે છે તે રીતે જે અવધિજ્ઞાન ચારેય બાજુના પદાર્થોનું જ્ઞાન કરાવતું જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે મધ્યગત આનુગામિક અવધિજ્ઞાન છે. અંતગત અને મધ્યગત અવધિમાં શું વિશેષતા છે ? પુરતઃ અંતગત અવધિજ્ઞાનથી સંખ્યય તથા અસંખ્યય યોજન આગળના પદાર્થો જ જાણવા તથા જોવામાં આવે છે (ગાળપાસ), માર્ગત અંતગત અવધિજ્ઞાનથી સંખ્યય તથા અસંખ્યય યોજન પાછળના પદાર્થો જ જાણી તથા જોઈ શકાય છે, પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન વડે બંને બાજુઓમાં રહેલા સંખેય તથા અસંખ્યય યોજન સુધીના પદાર્થો જ જાણી તથા જોઈ શકાય છે પરંતુ મધ્યગત અવધિજ્ઞાનથી બધી બાજુના સંખેય તથા અસંખ્યય યોજનની વચ્ચે રહેલા પદાર્થો જાણી અને જોઈ શકાય છે. આ જ અંતગત અવધિ અને મધ્યગત અવધિમાં વિશેષતા છે. અહીં સુધી આનુગામિક અવધિજ્ઞાનની ચર્ચા છે. અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ બતાવતાં સૂત્રકાર કહે છે કે જેવી રીતે કોઈ પુરુષ એક મોટા અગ્નિસ્થાનમાં અગ્નિ પેટાવી તેની આજુબાજુ ફરતો ફરતો તેની આજુબાજુના પદાર્થોને જુએ છે, બીજા સ્થળે રહેલા પદાર્થોને અંધકારના કારણે જોઈ શકતો નથી, એ જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે તે જ ક્ષેત્રના સંખેય તથા અસંખ્યય યોજન સુધીના સંબદ્ધ કે અસંબદ્ધ પદાર્થોને જાણે અને જુએ છે. તેનાથી બહારના પદાર્થોને જાણતો નથી. જે પ્રશસ્ત અધ્યવસાયમાં સ્થિત છે તથા જેનું ચારિત્ર પરિણામોની વિશુદ્ધિથી વર્ધમાન છે તેના જ્ઞાનની સીમી ચારેય બાજુથી વધે છે. આને જ વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અપ્રશસ્ત અધ્યવસાયમાં સ્થિત સાધુ જ્યારે સંક્લિષ્ટ પરિણામોથી સંક્ષિશ્યમાન ચારિત્રવાળો બને છે ત્યારે
૧. સૂ. ૧૦
૨. સૂ. ૧૧
૩. સૂ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org