________________
૨૪૨
અંગબાહ્ય આગમો વગેરે આચાર્યોએ નંદી શબ્દને જ્ઞાનનો જ પર્યાય માન્યો છે. સૂત્રકારે સહુ પ્રથમ ૫૦ ગાથાઓમાં મંગલાચરણ કર્યું છે. ત્યારપછી સૂત્રના મૂળ વિષય આભિનિબોધિક વગેરે પાંચ પ્રકારના જ્ઞાનની ચર્ચા શરૂ કરી છે. પહેલા આચાર્યે જ્ઞાનના પાંચ ભેદ કર્યા છે. ત્યારબાદ પ્રકારાંતરે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે બે ભેદ કર્યા છે. પ્રત્યક્ષના ઈન્દ્રિય-પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય-પ્રત્યક્ષ રૂપે ફરી બે ભેદ કર્યા છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષમાં પાંચ પ્રકારની ઈન્દ્રિયોથી થનાર જ્ઞાનનો સમાવેશ થાય છે. એ પ્રકારના જ્ઞાનને જૈન ન્યાયશાસ્ત્રમાં સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. નોઈન્દ્રિય-પ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાનનો સમાવેશ થાય છે. પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું છે : આભિનિબોધિક અને શ્રત. આભિનિબોધિકને મતિ પણ કહે છે. આભિનિબોધિકના કૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત રૂપે બે ભેદ છે. શ્રુતજ્ઞાનના અક્ષર, અનક્ષર, સંજ્ઞી, અસંજ્ઞી, સમ્યફ, મિથ્યા, સાદિ, અનાદિ, સાવસાન, નિરવસાન, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ રૂપે ચૌદ ભેદ છે.
નંદસૂત્રની રચના ગદ્ય અને પદ્યમાં છે. સૂત્રનું ગ્રંથમાન લગભગ ૭૦૦ શ્લોકપ્રમાણ છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રતિપાદિત વિષય અન્ય સૂત્રોમાં પણ મળે છે. ઉદાહરણ રૂપે અવધિજ્ઞાનના વિષય, સંસ્થાન, ભેદ વગેરે પર પ્રજ્ઞાપનાસૂત્રના તેત્રીસમા પદમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) આદિ સૂત્રોમાં વિવિધ પ્રકારના અજ્ઞાનનો ઉલ્લેખ મળે છે. એ જ રીતે મતિજ્ઞાનનું પણ ભગવતી વગેરે સૂત્રોમાં વર્ણન મળે છે. દ્વાદશાંગી શ્રુતનો પરિચય સમવાયાંગસૂત્રમાં
(ઇ) મુનિ હસ્તિમલ કૃત સંસ્કૃત છાયા, હિન્દી ટીકા-ટિપ્પણી વગેરેથી અલંકૃત – રાયબહાદુર
મોતીલાલ મુથા, ભવાનીપેઠ, સતારા, ઈ.સ.૧૯૪૨. (ઈ) મલયગિરિ પ્રણીત વૃત્તિ યુક્ત – રાયબહાદુર ધનપતસિંહ, બનારસ, વિ.સં. ૧૯૩૬;
આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૪. (ઉ) ચૂર્ણિ અને હરિભદ્રવિહિત વૃત્તિ સહિત – ઋષભદેવજી કેસરીમલજી શ્વેતાંબર સંસ્થા,
રતલામ, ઈ.સ. ૧૯૨૮. (ઊ) ચૂર્ણિ સહિત, સં. પુણ્યવિજયજી, પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ, ઈ.સ.૧૯૬૬. (8) આચાર્ય આત્મારામ કૃત હિન્દી ટીકા સહિત – આચાર્યશ્રી આત્મારામ જૈન પ્રકાશન સમિતિ,
લુધિયાણા, ઈ.સ. ૧૯૬૬. (એ) મુનિ ઘાસીલાલ કૃત સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – જૈન શાસ્ત્રોદ્ધાર
સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૮. (ઐ) હરિભદ્ર વૃત્તિ અને દુર્ગપદ સહિત – સં. પુણ્યવિજયજી, પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ,
ઈ.સ. ૧૯દ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org