________________
પંચમ પ્રકરણ
મહાનિશીથ ભાષા અને વિષયની દૃષ્ટિએ આ સૂત્રની ગણના પ્રાચીન આગમોમાં કરી શકાય નહિ. આમાં અત્રતત્ર આગમેતર ગ્રંથોના ઉલ્લેખો પણ મળે છે. આમાં છ અધ્યયન અને બે ચૂલાઓ છે. આ ગ્રંથ ૪, ૫૫૪ શ્લોકપ્રમાણ છે. પ્રારંભમાં ગ્રંથના પ્રયોજનની ચર્ચા છે. અધ્યયનો :
શલ્યોદ્ધરણ નામક પ્રથમ અધ્યયનમાં પાપરૂપી શલ્યની નિંદા અને આલોચના કરવાની દૃષ્ટિએ અઢાર પાપસ્થાનકો બતાવવામાં આવ્યાં છે. તેમાં આવશ્યક નિર્યુક્તિની દયે ના' ઇત્યાદિ ગાથાઓ ઉદ્ધત છે. દ્વિતીય અધ્યયનમાં કર્મવિપાકનું વિવેચન કરતાં પાપોની આલોચના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તૃતીય અને ચતુર્થ અધ્યયનમાં કુશીલ સાધુઓના સંસર્ગથી દૂર રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એમાં મંત્ર-તંત્ર, નમસ્કારમંત્ર, ઉપધાન, અનુકંપા, જિનપૂજા આદિનું વિવેચન છે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે વજસ્વામીએ બુચ્છિન્ન પંચમંગલની નિર્યુક્તિ વગેરેનો ઉદ્ધાર કરી તેને મૂલસૂત્રમાં સ્થાન આપ્યું હતું. નવનીતસાર નામક પંચમ અધ્યયનમાં ગચ્છના સ્વરૂપનું વિવેચન કરવામાં આવ્યું છે. ગચ્છાચાર નામક પ્રકીર્ણકનો આધાર આ જ અધ્યયન છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિત્તના દસ અને આલોચનાના ચાર ભેદોનું વ્યાખ્યાન છે. તેમાં આચાર્ય ભદ્રના એક ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે. ચૂલાઓ :
ચૂલાઓમાં સુસઢ વગેરેની કથાઓ છે. અહીં સતીપ્રથાનો તથા રાજા પુત્રહીન હોય ત્યારે કન્યાને રાજગાદી પર બેસાડવાનો ઉલ્લેખ છે. ૧. (અ) મૂળ : જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી,
સૌરાષ્ટ્ર, ૧૯૮૩. (આ) આલોચનાત્મક અધ્યયન – W. Schubring, Berlin, 1918, E R. Hamm
and W. Schubring, Hemburg, 1951. J. Deleu and W.
Schubring, Ahmedabad, S. 1933. મુનિશ્રી પુણ્યવિજયજી પાસે આની હસ્તલિખિત પ્રતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org