________________
૨૩૪
અંગબાહ્ય આગમો ઓગણીસમો ઉદેશઃ
ઓગણીસમા ઉદેશમાં નિમ્નોક્ત ક્રિયાઓ માટે લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે :
અચિત્ત વસ્તુ ખરીદવી, ખરીદાવવી, ખરીદીને આપનાર પાસેથી ગ્રહણ કરવી, ઉધાર લેવું, ઉધાર લેવડાવવું વગેરે, રોગી સાધુ માટે ત્રણ દત્તિ (આપવામાં આવનાર પદાર્થની અખંડ ધારા અથવા ભાગ)થી વધુ અચિત્ત વસ્તુ ગ્રહણ કરવી, આહારાદિ ગ્રહણ કરી ગ્રામાનુગ્રામ વિહાર કરવો, અચિત્ત વસ્તુ (ગોળ વગેરે) પાણીમાં ગળાવવો, અસ્વાધ્યાય સમયમાં સ્વાધ્યાય કરવો, ઈન્દ્ર મહોત્સવ, સ્કંદ મહોત્સવ, યજ્ઞ મહોત્સવ અને ભૂત મહોત્સવ સમયે સ્વાધ્યાય કરવો, ચૈત્રી (સુનિષ્ક્રિયે – સુષ્મી) અસ્પિદા, આષાઢી પ્રતિપદા, ભાદ્રપદી પ્રતિપદા અને કાર્તિક પ્રતિપદાના દિવસે સ્વાધ્યાય કરવો, રાત્રિના પ્રથમ તથા અંતિમ અને દિવસના પ્રથમ તથા અંતિમ – આ ચારેય પ્રહર સમયે સ્વાધ્યાય ન કરવો, નીચેના સૂત્રનું ઉલ્લંઘન કરી ઉપરના સૂત્રની વાચના આપવી, નવબ્રહ્મચર્ય' (આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધ)ને છોડી અન્યસૂત્રો ભણાવવા, અયોગ્યને શાસ્ત્રો ભણાવવા, યોગ્યને શાસ્ત્રો ન ભણાવવા, આચાર્ય-ઉપાધ્યાય પાસેથી ભણ્યા વિના પોતાની મેળે જ સ્વાધ્યાય કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થને ભણાવવા અથવા તેમની પાસે ભણવું, પાર્શ્વસ્થ વગેરે શિથિલાચારીઓને ભણાવવા અથવા તેમની પાસે ભણવું. વીસમો ઉદેશઃ
વીસમા ઉદેશના પ્રારંભમાં સકપટ અને નિષ્કપટ આલોચના માટે વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું છે. સકપટ આલોચના માટે નિષ્કપટ આલોચનાથી એકમાસિકી વધુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. કોઈપણ દશામાં જમાસિકથી અધિક પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. પ્રાયશ્ચિત્ત કરતાં ફરી દોષનું સેવન કરનારા માટે વિશેષ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવહારસૂત્રના પ્રથમ ઉદેશમાં પણ આ જ શબ્દોમાં આ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
નિશીથસૂત્રના પ્રસ્તુત પરિચય પરથી સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથનું જૈન આગમોમાં એક વિશિષ્ટ સ્થાન છે. આમાં માત્ર પ્રાયશ્ચિત્ત સંબંધી ક્રિયાઓનું વર્ણન છે. ગરમાસિક, લઘુમાસિક, ગુરુચાતુર્માસિક અને લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય સમસ્ત મહત્ત્વપૂર્ણ
૧. સાધુએ બે ગાઉથી આઘે આહારાદિ ખાદ્ય પદાર્થ લઈ જવાની મનાઈ છે. ૨. હાલના સમયમાં પહેલાં દશવૈકાલિક ભણાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org