________________
૨૩૨
અંગબાહ્ય આગમો બીજો કિંમત લઈ આપતો હોય તે ગ્રહણ કરે, ઉધાર લે, ઉધાર લેવડાવે, બીજો ઉધાર લઈને આપતો હોય તો તે ગ્રહણ કરે, અદલાબદલી કરે, અદલાબદલી કરાવે, અદલાબદલી કરી આપનાર પાસેથી ગ્રહણ કરે, બળપૂર્વક પડાવી લે, માલિકની અનુમતિ વિના લઈ લે, સંમુખ લાવી આપનાર પાસેથી ગ્રહણ કરે, વધારાનાં પાત્ર ગણિની અનુમતિ વિના બીજા સાધુઓને આપે, પૂર્ણાગ–જેના હાથ-પગ અખંડ હોય તેવા નાના સાધુ-સાધ્વી અથવા મોટા – સ્થવિર સાધુ-સાધ્વીને આપે, અપૂર્ણાગ સાધુસાધ્વીને ના આપે, તૂટેલું-ફૂટેલું પાત્ર રાખે, મજબૂત અને કામમાં આવે તેવું પાત્ર ન રાખે, વર્ણયુક્ત પાત્રને વિવર્ણ કરે, વિવર્ણ પાત્રને વર્ણયુક્ત કરે, નવા પાત્રમાં તેલ વગેરે લગાવે, સુગંધી પાત્રને દુર્ગધમય બનાવે, દુર્ગધમય પાત્રને સુગંધમય બનાવે, અંતરરહિત સચિત્ત પૃથ્વી પર પાત્ર તડકામાં રાખે, સચિત્ત રજથી ભરેલી ભૂમિ પર પાત્ર સૂકવે, સચિત્ત જળ વગેરેથી યુક્ત ભૂમિ પર પાત્ર સુકવાવે, છત, ખાટ, થાંભલો વગેરે પર પાત્ર સૂકવે, ગામની વચ્ચે અથવા બે ગામની વચ્ચેના માર્ગ વચ્ચે કોઈની પાસે પાત્રની યાચના કરે, સભા વચમાં ઉઠી કોઈ પાસે પાત્ર માંગે, પાત્રના લોભથી ક્યાંક રહે અથવા ચાતુર્માસ – વર્ષાવાસ કરે તે લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. પંદરમો ઉદેશ :
પ્રસ્તુત ઉદેશમાં પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે ભિક્ષુ કોઈ સાધુને આક્રોશપૂર્ણ કઠોર વચન કહે, કોઈ સાધુની આશાતના કરે, સચિત્ત કેરી વગેરે ખાય, સચિત્ત પદાર્થ પર રાખેલ અચિત્ત કેરી વગેરે ખાય, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ વગેરે પાસે પોતાના હાથ-પગ દબાવડાવે, તેલ વગેરેનું માલિશ કરાવે, ગડગૂમડ વગેરે છેદાવે-ધોવડાવે, વાળ વગેરે કપાવે, આંખો વગેરે સાફ કરાવે, વાડી વગેરેમાં ઝાડો-પેશાબ નાખે, ગૃહસ્થ વગેરેને આહાર-પાણી આપે, ગૃહસ્થ ધારણ કરવાનું શ્વેત વસ્ત્ર ગ્રહણ કરે, વિભૂષા (શૃંગાર અને શોભા) માટે પગ વગેરેનું પ્રમાર્જન કરે, રોગ વગેરેનો ઉપચાર કરે, નખ વગેરે કાપે, દાંત વગેરે સાફ કરે, વસ્ત્ર વગેરે ધુએ તેના માટે લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સોળમો ઉદ્દેશ:
સોળમા ઉદેશમાં પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું જ વિધાન કરવામાં આવ્યું છે. જે સાધુ પતિ-પત્નીના શયનાગારમાં પ્રવેશ કરે, સ્નાનાગારમાં પ્રવેશ કરે, અગ્નિગૃહ– રસોડામાં પ્રવેશ કરે, સચિત્ત ઇશુ – શેરડી વગેરે ચૂસે, અરણ્ય વગેરેમાં યાત્રા કરતી વેળાએ પોતાની સાથે રહેનારા મનુષ્ય અથવા વનોપજીવી લોકો પાસેથી આહારાદિ ગ્રહણ કરે, સદાચારીને દુરાચારી અને દુરાચારીને સદાચારી કહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org