________________
ષષ્ઠ પ્રકરણ
જીતકલ્પ
જીતકલ્પસૂત્ર'ના પ્રણેતા પ્રસિદ્ધ ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિ.સં. ૬૫૦ આસપાસ) છે. આ ગ્રંથમાં નિગ્રંથ-નિગ્રંથીઓના ભિન્ન ભિન્ન અપરાધસ્થાન વિષયક પ્રાયશ્ચિત્તનું જીત-વ્યવહાર ના આધારે નિરૂપણ કરવામાં આવ્યું છે. આમાં કુલ ૧૦૩ ગાથાઓ છે. સહુ પ્રથમ સૂત્રકારે પ્રવચનને નમસ્કાર કર્યો છે અને આત્માની વિશુદ્ધિ માટે જીત-વ્યવહારગત પ્રાયશ્ચિત્ત-દાનનું સંક્ષિપ્ત નિરૂપણ કરવાનો સંકલ્પ કર્યો છે :
कयपवयणप्पणामो, वुच्छं पच्छित्तदाणसंखेवं । जीयव्यवहारगयं, जीवस्स विसोहणं परमं ॥ १ ॥
સંવર અને નિર્જરા વડે મોક્ષ થાય છે તથા તપ સંવર અને નિર્જરાનું કારણ છે. પ્રાયશ્ચિત્ત તપોમાં પ્રધાન છે આથી પ્રાયશ્ચિત્તનું મોક્ષમાર્ગની દૃષ્ટિએ અત્યધિક મહત્ત્વ છે. મોક્ષના હેતુભૂત ચારિત્રની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત અતિ આવશ્યક છે. એવી દશામાં મુમુક્ષુ માટે પ્રાયશ્ચિત્તનું જ્ઞાન અનિવાર્ય છે.
3
પ્રાયશ્ચિત્તના નિમ્નલિખિત દસ ભેદ છે : (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) ઉભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક :
તું
સવિમાનોય-પડિમોમય-વિવે-વોસ
તવ-છે-મૂન-ઞળવયા ય પત્તિયં ચેવ ॥ ૪ ॥
૧. (આ) સ્વોપજ્ઞ ભાષ્ય સહિત – સંશોધક મુનિ પુણ્યવિજય; પ્રકાશક : બબલચંદ્ર કેશવલાલ મોદી, હાજા પટેલની પોળ, અમદાવાદ, વિ.સં. ૧૯૯૪.
(ઇ) સિદ્ધસેન કૃત ચૂર્ણિ તથા શ્રીચંદ્રસૂરિ કૃત વૃત્તિ સહિત – સંપા. મુનિ જિનવિજય, પ્રકા. જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ, ઈ.સ. ૧૯૨૬.
(ઈ) ચૂર્ણિના સારાંશની સાથે E. Leumann, Berlin, 1892.
૨. જે વ્યવહાર પરંપરાથી ચાલ્યો આવતો હોય અને શ્રેષ્ઠ પુરુષો દ્વારા અનુમત હોય તે જીતવ્યવહાર કહેવાય છે (– જીતકલ્પ, ગા. ૬૭૫).
૩. જીતકલ્પસૂત્ર, ગા. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org