________________
૨૩૩
નિશીથ
ક્લેશપૂર્વક સંપ્રદાયનો ત્યાગ કરનાર સાધુ સાથે ખાનપાન તથા અન્ય પ્રકારનો વ્યવહાર રાખે, અનાર્ય દેશમાં વિચરવાની ઇચ્છા કરે, નિંદિત કુળોમાંથી આહારાદિ ગ્રહણ કરે, અશનાદિ જમીન, પથારી અથવા ખીલી પર રાખે, ગૃહસ્થ વગેરેની સાથે આહારપાણી કરે, સચિત્ત ભૂમિ પર ઝાડો-પેશાબ નાખે તેને ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. સત્તરમો ઉદ્દેશ :
આ ઉદેશ પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી છે. કુતૂહલ માટે કોઈ ત્રસ પ્રાણીને દોરડા વગેરેથી બાંધવું અથવા બાંધેલા પ્રાણીને છોડવું, તૃણ વગેરેની માળા બનાવવી, રાખવી અથવા પહેરવી, રમકડાં વગેરે બનાવવાં, રાખવાં અથવા તેનાથી રમવું, સમાન આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન વગેરેની સગવડ ન આપવી, કષ્ટપૂર્વક આપવામાં આવનાર આહારાદિ ગ્રહણ કરવો, અતિ ઉષ્ણ આહાર ગ્રહણ કરવો, પોતાના આચાર્ય – ગુરુના ઉપલક્ષણો બીજાની સામે પ્રગટ કરવા, ગીત ગાવું, વાદ્યયંત્ર વગાડવું, નૃત્ય કરવું, વીણા વગેરે સાંભળવાની ઈચ્છા કરવી ઇત્યાદિ ક્રિયાઓ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. અઢારમો ઉદ્દેશ :
આ ઉદેશમાં પણ લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી અનેક દોષપૂર્ણ ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, તે નીચે મુજબ છે :
અકારણ નૌકામાં બેસવું, નૌકાના ખર્ચ માટે પૈસા લેવા, બીજાઓને પૈસા અપાવવા અથવા બીજા પાસેથી પૈસા અપાવવા, નૌકા ઉધાર લેવી, લેવડાવવી અથવા લઈને આપવામાં આવતી નૌકાનો ઉપયોગ કરવો, નૌકાની અદલાબદલી કરવી, કરાવવી અથવા કરનારાની નૌકાનો ઉપયોગ કરવો, બળાત્કારે નૌકા છીનવી લેવી, માલિકની અનુમતિ વિના નૌકામાં બેસવું, સ્થળ પર પડેલી નૌકા પાણીમાં રખાવવી અથવા પાણીમાં પડેલી નૌકાને સ્થળ પર રખાવવી, નૌકામાં ભરેલું પાણી બહાર ફેંકવું, ઉર્ધ્વગામિની અથવા અધોગામિની નૌકા પર બેસવું, એક યોજન અથવા અર્ધ યોજન દૂર સુધી જનારીનૌકા પર બેસવું, નૌકા ચલાવવી અથવા તો નાવિકને નૌકા ચલાવવામાં સહયોગ આપવો, છિદ્રમાંથી આવતું પાણી રોકવું અથવા ભરેલું પાણી પાત્ર વગેરેથી બહાર ફેંકવું, નૌકામાં આહારાદિ ગ્રહણ કરવો, વસ્ત્ર ખરીદવા, વર્ણયુક્ત વસ્ત્રને વિવર્ણ બનાવવાં, વિવર્ણ વસ્ત્રને વર્ણયુક્ત બનાવવાં, સુગંધી વસ્ત્રને દુર્ગંધમય અને દુર્ગધમય વસ્ત્રને સુગંધમય બનાવવાં, વસ્ત્ર સચિત્ત પૃથ્વી પર સૂકવવાં, અવિધિપૂર્વક વસ્ત્રની યાચના કરવી (ચૌદમા ઉદેશમાં નિર્દિષ્ટ પાત્રવિષયક દોષોની માફક વસ્ત્ર વિષયમાં પણ બધા દોષો સમજી લેવા જોઈએ) ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org