________________
નિશીથ
૨૨૫
આવ્યો છે. જે સાધુ (અથવા સાધ્વી) રાજાને પોતાને વશ કરે, રાજાની પૂજાઅર્ચના કરે, રાજાની પ્રશંસા કરે, રાજા પાસે કંઈક માગે, રાજરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, નગરરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, નિગમરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, સર્વરક્ષકને વશ કરે, તેની પૂજા વગેરે કરે, અખંડ ઔષધિ (પીસ્યા વગરનું અન્ન)નો આહાર કરે, આચાર્ય-ઉપાધ્યાયને આપ્યા વગર આહાર કરે, તપાસ્યા-પરખ્યા વિના આહારાદિ ગ્રહણ કરે, નિગ્રંથ અથવા નિગ્રંથીને (સાધુ નિગ્રંથીના અને સાધ્વી નિગ્રંથના) ઉપાશ્રયમાં કોઈ પ્રકારના સંકેત વગર (ખાંસી ખાવી વગેરે વિના) પ્રવેશ કરે, નિગ્રંથ અથવા નિગ્રંથીના આવવાજવાના માર્ગમાં દંડ, લાઠી, રજોહરણ, મુખગ્નિકા વગેરે (ગમ્મત કરવા માટે) રાખે, નવો ક્લેશ ઉત્પન્ન કરે, ક્ષમા માગ્યા-દીધા પછી પુનઃ કરે, મોં ફાડી-ફાડીને હસે, પાર્શ્વસ્થ (શિથિલાચારી) સાથે સંબંધ રાખે, કુશીલ વગેરે સાથે સંબંધ રાખે, ભીના હાથ, વાસણ, ચમચી વગેરેથી આહારાદિ ગ્રહણ કરે, સચિત્ત રજ, સચિત્ત માટી, મીઠું, ગેરૂ, અંજન, લોદ્ર, કંદ, મૂળ, ફળ, ફૂલથી અડેલ હાથ વગેરેથી આહારાદિ ગ્રહણ કરે, ઝાડો-પેશાબ વગેરે નાખવાની ભૂમિની પ્રતિલેખના ન કરે, સાંકડી જગ્યાએ ઝાડો-પેશાબ નાંખે, અવિધિપૂર્વક ઝાડો-પેશાબ નાંખે, માલિકની અનુમતિ વિના કોઈ સ્થાન પર ઝાડો-પેશાબ નાખે, ઝાડો-પેશાબ નાખીને અથવા કરીને કાષ્ઠ, વાંસ, આંગળી, લોઢાની સળી વગેરેથી લૂછે, ઝાડો-પેશાબ નાંખીને શુદ્ધ ન થાય, ઝાડો-પેશાબ કરીને ત્રણ અંજલિથી વધારે પાણી લઈને શુદ્ધિ કરે તેના માટે માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ-માસિક (માસ-લઘુ) પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
પાંચમો ઉદ્દેશ :
પાંચમો ઉદ્દેશ પણ માસ-લઘુ પ્રાયશ્ચિત્ત સંબંધિત છે. જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળ પર કાયોત્સર્ગ કરે, પથારી કરે, બેસે, ઊભા રહીને આમ તેમ જુએ, અશનાદિ ચારે પ્રકાર (અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ)નો આહાર કરે, ઝાડોપેશાબ કરે, સ્વાધ્યાય કરે, ભણાવે, વાચના આપે, વાચના લે, પોતાની ચાદર (સંઘાટિક) અન્યતીથિક અથવા ગૃહસ્થ પાસે સીવડાવે, ચાદર મર્યાદાથી વધારે લાંબી બનાવે, પલાશ વગેરેનાં પાંદડાં ધોઈને તેની પર આહાર કરે, પ્રાતિહારિક પાદપ્રોંછનને તે જ દિવસે પાછું ન આપે, શણ વગેરેના દોરા ખેંચીને લાંબા બનાવે, સચિત્ત લાકડાનો દંડ વગેરે બનાવે અથવા રાખે અથવા ઉપયોગમાં લે, ચિત્રવિચિત્ર દંડ વગેરે બનાવે, રાખે અથવા કામમાં લે, નવા વસેલા અથવા વસાવેલા (સેનાદિના પડાવને કારણે વસેલા) ગ્રામ વગેરેમાં જઈને આહારાદિ ગ્રહણ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org