________________
૨૨૮
અંગબાહ્ય આગમો ભાગનો આહાર ગ્રહણ કરવો (૧. દ્વારપાળનો ભાગ, ૨. પશુઓનો ભાગ, ૩. બૃત્યોનો ભાગ, ૪. બલિનો ભાગ, ૫. દાસ-દાસીઓનો ભાગ, ૬. ઘોડાઓનો ભાગ, ૭. હાથીઓનો ભાગ, ૮. અટવી વગેરે પાર કરી આવનારાઓનો ભાગ, ૯. દુભિક્ષપીડિતોનો ભાગ, ૧૦. દુષ્કાળપીડિતોનો ભાગ, ૧૧. દ્રમક – ભિખારીઓનો ભાગ, ૧૨. ગ્લાન – રોગીઓનો ભાગ, ૧૩. વર્ષા નિમિત્તે દાન કરવાનો ભાગ અને ૧૪. અતિથિઓનો ભાગ), નગરમાં પ્રવેશ કરતી વેળાએ અથવા નગરમાંથી બહાર જતી વેળાએ રાજાને જોવાનો વિચાર કરવો, રાજાની સર્વાલંકાર વિભૂષિત સ્ત્રીઓના પગ સુદ્ધાં જોવાનો વિચાર કરવો, રાજસભા વિસર્જિત થયા પૂર્વે આહારાદિની ગવેષણા માટે નીકળવું, રાજાના નિવાસસ્થાનની આસપાસ સ્વાધ્યાય વગેરે કરવો, નીચેની દસ રાજ્યાભિષેકની રાજધાનીઓમાં રાજ્યોત્સવ થતી વેળાએ મહિનામાં બે-ત્રણ વાર પ્રવેશ કરવો અથવા નીકળવું: ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, કાંપિલ્ય, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહ. દશમ ઉદ્દેશ :
આ ઉદેશ પણ ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી છે. જે સાધુ આચાર્યને કઠોર અને કર્કશ વચનો કહે, આચાર્યની આશાતના – અવજ્ઞા કરે, અનંતકાયમિશ્રિત (કંદમૂળ આદિ મિશ્રિત) આહાર કરે, આધાર્મિક (સાધુ નિમિત્તે બનાવેલ), આહાર કરે, લાભાલાભનાં નિમિત્ત બતાવે, કોઈ નિગ્રંથ-નિગ્રંથીને બહેકાવે, કોઈ નિગ્રંથનિગ્રંથીનું અપહરણ કરે, કોઈ દીક્ષાર્થી ગૃહસ્થ પુરુષ કે સ્ત્રીને બહેકાવે અથવા તેનું અપહરણ કરે, આપસમાં ઝઘડો થાય ત્યારે પ્રાયશ્ચિત્ત અને ક્ષમાયાચના કર્યા વિના ત્રણ રાતથી અધિક રહેનારાની સાથે આહાર-પાણી કરે, ઉદ્ધાતિક અર્થાત લઘુ-પ્રાયશ્ચિત્તવાળાને અનુદ્ધાતિક અર્થાત્ ગુરુ-પ્રાયશ્ચિત્તવાળો કહે અથવા અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તવાળાને ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તવાળો કહે, ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તવાળાને અનુર્ઘાતિક પ્રાયશ્ચિત્ત આપે અને અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તવાળાને ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આપે, પ્રાયશ્ચિત્તવાળાની સાથે આહાર-પાણી લે, સૂર્યોદય અથવા સૂર્યાસ્ત પ્રતિ નિઃશંક બની આહારાદિનો ઉપયોગ કરતાં અન્યથા પ્રતીતિ થાય તો પણ આહારાદિનો ત્યાગ ન કરે (મોઢામાંથી ગ્રાસ વગેરે બહાર ન કાઢી નાંખે), રાતે અથવા સાંજે ઓડકાર (ઉગાર) આવે તો સાવધાનીપૂર્વક ન થુંકે – મુખશુદ્ધિ ન કરે, રોગી આદિ (સાધુ અથવા સાધ્વી)ની સેવા-સુશ્રુષા ન કરે,
૧. આવી સ્ત્રીઓને પૂરેપૂરી જોવી તો વર્જિત છે જ, તેમના પગ સુદ્ધાં જોવાનું નિષિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org