________________
૨૨૭
નિશીથ અને ધારણ કરવા, આંખ, જાંઘ, ઉદર, સ્તન વગેરે હાથમાં પકડી હલાવવા અથવા મસળવા, પરસ્પર પગ સાફ કરવા, સ્ત્રીને અંક-પર્યકમાં બેસાડવી-સુવરાવવી, ખોળામાં બેસાડી આહાર વગેરે ખવડાવવો-પીવડાવવો, પશુ-પક્ષીના પગ, પાંખ, પૂંછડી વગેરે ગુપ્ત અંગમાં નાખવા, પશુ-પક્ષીના ગુહ્ય સ્થાનમાં લાકડી વગેરે નાખવી, પક્ષી-પક્ષીને સ્ત્રી રૂપ માની તેમનું આલિંગન-ચુંબન કરવું, મૈથુનની ઇચ્છાથી કોઈને આહાર વગેરે આપવો, શાસ્ત્ર ભણાવવા, વાચના આપવી, કોઈ વસ્તુનો કામવિકાર ઉત્પન્ન કરે તેવો આકાર બનાવવો ઇત્યાદિ. અષ્ટમ ઉદેશ:
આ ઉદેશ પણ ચાતુર્માસિક ગુરુ-પ્રાયશ્ચિત્ત સંબંધી છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે સાધુ ધર્મશાળા (આગંતાર) વગેરેમાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય કરે, અશનાદિ ચારેય પ્રકારનો આહાર કરે, ઝાડો-પેશાબ કરે, કામોત્પાદક પાપકથા કહે, રાત્રિ અથવા સંધ્યાસમયે સ્ત્રીઓથી ઘેરાઈ લાંબી લાંબી કથા કહે, સ્વગણ અથવા પરગણની સાધ્વી સાથે પ્રામાનુગ્રામ વિચરતાં ક્યારેક તેની આગળ-પાછળ રહી જાય ત્યારે વિયોગથી દુઃખિત હૃદયવાળો બની વિહાર કરે, પોતાના ગૃહસ્થાવાસના સ્વજનોને રાતભર પાસે રાખી શયન કરે, પોતાની પાસે રહેલા સ્વજનોને પોતાનાથી દૂર ન જવા કહે, તેમની સાથે ઉપાશ્રયની બહાર જાય અને અંદર આવે, રાજા વગેરે દ્વારા ખાસ અવસરપરતૈયાર કરવામાં આવેલ આહાર વગેરે ગ્રહણ કરે, રાજાની હસ્તિશાલા', અશ્વશાલા, મંત્રશાલા, ગુહ્યશાલા, રહસ્યશાલા,મૈથુનશાલા વગેરેમાં જઈ આતારાદિ ગ્રહણ કરે, રાજાને ત્યાંથી દૂધ, ઘી, શર્કરા, મોરસ અથવા અન્ય કોઈપણ પ્રકારનું ભોજન ગ્રહણ કરે, રાજા દ્વારા દિનદુ:ખિયાઓને આપવામાં આવતી કોઈપણ પ્રકારની આહાર-સામગ્રી ગ્રહણ કરે તેને ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. નવમ ઉદ્દેશઃ
નવમા ઉદેશમાં પણ ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. નિમ્નલિખિત ક્રિયાઓ આ પ્રાયશ્ચિત્તને પાત્ર છે :
રાજપિંડ (રાજાઓને ત્યાંનો આહાર) ગ્રહણ કરવો, રાજપિંડનો ઉપભોગ કરવો, રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવો, રાજાના દ્વારપાળ વગેરે પાસે આહાર વગેરે મંગાવવો, રાજાને ત્યાં તૈયાર કરવામાં આવેલ ભોજનના ચૌદ ભાગમાંથી કોઈપણ
૧. નિશીથ-વિશેષચૂર્ણિમાં ત્રણ પ્રકારના અંતઃપુર બતાવવામાં આવ્યાં છે : જીર્ણ અંતઃપુર
(નષ્ટયૌવનાઓ માટે), નવ અંતઃપુર (વિદ્યમાનયૌવનાઓ માટે) અને કન્યકાંતઃપુર (અપ્રાપ્તયૌવનાઓ માટે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org