________________
નિશીથ
૨૨૯ પ્રથમ ચોમાસામાં ગ્રામાનુગ્રામ વિચરણ કરે, વર્ષાવાસમાં વિહાર કરે, પર્યુષણ (વર્ષાવાસ)ના કાળ વિના જ પર્યુષણ કરે, પર્યુષણસમયે પર્યુષણ ન કરે, પર્યુષણ (સંવત્સરી)ના દિવસે ગોલોમ-માત્ર પણ વાળ (પોતાના મસ્તક આદિ પર) રાખે,પર્યુષણના દિવસે જરા જેટલા પણ આહારનું સેવન કરે, અન્યતીથિક અથવા ગૃહસ્થને પર્યુષણ (સાંવત્સરિક પ્રતિક્રમણ) કરાવે, પ્રથમ સમવસરણ (ચાતુર્માસ) પ્રારંભ થયા પછી અને સમાપ્ત થયા પહેલાં (પ્રથમ સમવસરણમાં) વસ્ત્રની યાચના કરે તે ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. એકાદશમ ઉદેશ :
આ ઉદેશમાં પણ ગુરુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ક્રિયાઓ આ પ્રમાણે છે :
લોહપાત્ર બનાવવું, લોહપાત્ર રાખવું, લોહપાત્રમાં આહાર કરવો, એ જ રીતે અન્ય ધાતુઓના પાત્રો ઉપયોગમાં લેવા, દંત, શૃંગ, વસ્ત્ર, ચર્મ, શ્વેત (પથ્થર), રત્ન, શંખ, વજ વગેરેનાં પાત્રો ઉપયોગમાં લેવા (માટી, તુંબડાં અને કાષ્ઠના પાત્રો જ ઉપયોગમાં લેવાનું વિધાન છે), લોઢાના તાર વગેરેથી બાંધેલા પાત્રનો ઉપયોગ કરવો, બે કોશ – અરધા યોજનથી આઘે પાત્રની યાચના કરવા જવું, અરધા યોજનથી આઘેથી લાવેલ પાત્ર ગ્રહણ કરવાં, ધર્મનો અવર્ણવાદ (નિંદા) કરવો, અધર્મની પ્રશંસા કરવી, અન્યતીથિક તથા ગૃહસ્થ વગેરેના પગ વગેરેનું પ્રમાર્જન કરવું, અંધકાર વગેરે ભયોત્પાદક સ્થાનોમાં જઈ પોતાને ભયભીત કરવો, બીજાને ભયભીત કરવા, પોતે વિસ્મિત થવું અને બીજાને વિસ્મિત કરવા, પોતે સંયમધર્મથી વિમુખ થવું અને બીજાને વિમુખ કરવા, અયોગ્ય સ્ત્રી-પુરુષની સ્તુતિ કરવી, વિરુદ્ધ રાજ્યમાં આવાગમન કરવું, દિવસના ભોજનની નિંદા અને રાત્રિભોજનની પ્રશંસા કરવી, રાતના સમયે ભોજન કરવું. વાસી (રાત્રિમાં) આહાર વગેરે રાખવો અને વાસી આહારાદિનો ઉપભોગ કરવો (કોઈ કારણસર વાસી આહાર રહી પણ જાય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ), માંસ-મસ્યાદિ વિરૂપ આહાર જોઈને તે ગ્રહણ કરવાની આશા અને ઇચ્છાથી પોતાનું સ્થાન છોડી અન્યત્ર જવું, નૈવૈદ્ય પિંડ
૧. હાલના સમયમાં આખી વર્ષાઋતુ અર્થાત્ વર્ષાના ચાર માસ સમાપ્ત થયા પછી જ વિહાર
કરવામાં આવે છે. ૨. પર્યુષણ (સંવત્સરી)ની તિથિ વર્ષાઋતુનો પ્રારંભ થયાથી પચાસ દિવસ પછી અને સમાપ્ત
થયાના સિત્તેર દિવસ પહેલાં (ભાદ્રપદ શુક્લા પંચમી) આવે છે. જુઓ – સમવાયાંગ, સૂ. ૭).
.આ.-૧૭
· Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org, .