________________
નિશીથ
૨૨૩ દારુદંડનું પાદપ્રીંછન બનાવવું (મહૂવાથં પયપુંછi રે....),દારુદંડનું પાદપ્રીંછન ગ્રહણ કરવું, દારુદંડનું પાદપ્રીંછન રાખવું, દારુદંડનું પાદપ્રીંછન દોઢ મહિનાથી વધુ રાખવું, દારુડનું પાદપ્રીંછન (શોભા માટે) ધોવું, અચિત્ત ભોજન વગેરેમાં રહેલી ગંધને સૂંઘવી, કીચડવાળા રસ્તે પત્થર વગેરે મૂકવા, પાણી કાઢવાની નાળ વગેરે બનાવવી, બાંધવાનો પડદો વગેરે બનાવવો, સોયની પોતાની જાતે જ ધાર કાઢવી, કાતર વગેરેની પોતાની જાતે જ ધાર કાઢવી, જરા જેટલું પણ કઠોર વચન બોલવું, જરા જેટલું પણ જૂઠું બોલવું, જરા જેટલી પણ ચોરી કરવી, થોડા પણ અચિત્ત પાણીથી હાથ-પગ-કાન-આંખ-દાંત-નખ-મોં ધોવાં, અખંડ ચામડું રાખવું, અખંડ (આખું) વસ્ત્ર રાખવું, અભિન્ન (ફાડ્યા વગરનું) વસ્ત્ર રાખવું, તુંબડું વગેરેથી પગને પોતાની જાતે જ સાફ કરવા-ઘસવા, દંડ વગેરેને પોતાની જાતે જ ઠીક કરવા, (ગુરુની અનુમતિ વિના) પોતે લાવેલ પાત્ર વગેરે પોતે જ રાખી લેવા અથવા બીજાના લાવેલા પાત્ર વગેરે સ્વીકાર કરી લેવાં, કોઈ પર દબાણ કરીને પાત્ર વગેરે લેવું, હંમેશા અગ્રપિંડ (ચોખા વગેરે રાંધેલા પદાર્થોનો ઉપરનો ભાગ, પહેલી જ રોટલી) વગેરે ગ્રહણ કરવો, હંમેશા એક જ સ્થાન પર રહેવું, (દાનાદિ માટે) પહેલાં અથવા પછી (દાતાની) પ્રશંસા કરવી, એક જ ઘરનો આહાર લેવો, હંમેશા અર્ધભાગ (દાન માટે કાઢેલ ભોજનનો અડધો ભાગ)નો ઉપભોગ કરવો, નિત્યભાગ (દાન માટે કાઢેલ અંશ)નો ઉપભોગ કરવો, ભિક્ષાકાળ પહેલાં અથવા પછી વિનાકારણ પોતાના પરિચિત ઘરોમાં પ્રવેશ કરવો, અન્યતીર્થિક, ગૃહસ્થ, પારિવારિક (સદોષી) સાધુ વગેરે સાથે ગૃહસ્થના ઘરમાં આહારાદિ નિમિત્તે પ્રવેશ કરવો, અન્યતીર્થિક વગેરે સાથે ઈંડિલભૂમિ – વિચારભૂમિ માટે (શૌચ નિમિત્તે) જવું, અન્યતીર્થિક સાથે ગ્રામાનુગ્રામ વિચરવું, અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો ગ્રહણ કરીને તેમાંથી સારી સારી વસ્તુઓ ખાઈ જવી અને ખરાબ ખરાબ ચીજો ફેંકી દેવી (સાવધાનીપૂર્વક), વધારે આહાર-પાણી લઈ આવવાની સ્થિતિમાં બચેલા આહાર-પાણીને નજીકના સાધર્મિક શુદ્ધાચારી સંભોગી સાધુને પૂછ્યા વિના (આમંત્રિત કર્યા વિના) ફેકી દેવાં, શય્યાતર (ગૃહસ્વામી)ના ઘરના આહાર-પાણી ગ્રહણ કરવાં, શવ્યાતરની નિશ્રા-દલાલીથી અહાર-પાણી માગવા, માગીને લાવેલા શયા-સંસ્તારક મર્યાદાથી વધારે સમય સુધી રાખવાં, ઉપાશ્રય (નિવાસ-સ્થાન)નું પરિવર્તન કરતી વખતે સ્વામીની અનુમતિ વગર કોઈ પ્રકારનો સામાન એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવો, પ્રાતિહારિક (પાછાં આપવા યોગ્ય) શવ્યા-સંસ્મારક સ્વામીને પાછાં આપ્યા વિના એક ગામથી બીજા ગામ ચાલ્યા જવું – વિહાર કરી જવો, વિખરાયેલા સામાનને ઠીક કર્યા વગર વિહાર કરી જવો, પ્રતિલેખના વગર ઉપધિ – ઉપકરણ રાખવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org