________________
નિશીથ નામક છેદસૂત્રમાં ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રાયશ્ચિત્તો સાધુઓ અને સાધ્વીઓ માટે છે. પ્રથમ ઉદેશમાં ગુરુમાસિક પ્રાયશ્ચિત્તનો અધિકાર છે. દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ ઉદ્દેશમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્તનું વિવેચન છે. છઠ્ઠાથી લઈને અગિયારમા સુધી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનો અધિકાર છે. બારમા ઉદ્દેશથી ઓગણીસમા ઉદ્દેશ સુધી લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વીસમાં ઉદેશમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત કરતી વખતે લાગનારા દોષોનો વિચાર કરવામાં આવ્યો છે અને તેમના માટે વિશેષ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશમાં પણ ફરીથી આ જ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં લગભગ ૧૫૦૦ સૂત્રો છે. કેટલાક સૂત્રોનો તો પુનરાવૃત્તિના ભયથી ફક્ત સાંકેતિક (સંક્ષિપ્ત) નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક ઉદ્દેશમાં પહેલાં તે તે પ્રાયશ્ચિત્તને યોગ્ય કાર્યો દોષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અંતમાં બધા માટે સંબંધિત પ્રાયશ્ચિત્તવિશેષનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે.
પહેલો ઉદ્દેશ :
પ્રથમ ઉદ્દેશમાં નિમ્નોક્ત ક્રિયાઓ માટે ગુરુ-માસ અથવા માસ-ગુરુ (ઉપવાસ) પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે :
૧. (અ) આચાર્ય તુલસી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર તેરાપંથી મહાસભા, કલકત્તા, ઈ.સ. ૧૯૬૭; જિનેન્દ્રગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૬; રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦.
(આ)અમોલકઋષિ કૃત હિંદી અનુવાદ સહિત
સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી,
હૈદરાબાદ, વી. સં. ૨૪૪૬. (ઇ) ભાષ્ય તથા વિશેષ ચૂર્ણિ સહિત સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, ઈ.સ. ૧૯૫૭
૧૯૬૦.
ઘાસીલાલજી, અ. ભા. શ્વે. સ્થાન. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ,
(ઈ) સંસ્કૃત વૃત્તિ સહિત
રાજકોટ, ઈ.સ. ૧૯૬૯.
ચતુર્થ પ્રકરણ
નિશીથ
-
Jain Education International
૨. વિનયપિટકના પાતિમોક્ષ વિભાગમાં ભિક્ષુ-ભિક્ષુણીઓના વિવિધ અપરાધો માટે વિવિધ
પ્રાયશ્ચિત્તોનું વિધાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org