________________
વ્યવહાર
૨૧૯ વ્યવહાર, આજ્ઞા-વ્યવહાર, ધારણા-વ્યવહાર અને જીત-વ્યવહાર. આમાંથી આગમવ્યવહારનું સ્થાન સર્વપ્રથમ છે, પછી ક્રમશઃ શ્રુતવ્યવહાર વગેરેનું સ્થાન છે. જીતકલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય વગેરેમાં પાંચ પ્રકારના વ્યવહારનું વિસ્તૃત વિવેચન
સ્થવિર ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે : જાતિ-સ્થવિર, સૂત્ર-સ્થવિર અને પ્રવ્રજયા-સ્થવિર. સાઠ વર્ષની આયુવાળો શ્રમણ જાતિ-સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ-સમવાયાંગ વગેરે સૂત્રોનો જ્ઞાતા (સાધુ) સૂત્ર-સ્થવિર કહેવાય છે. દીક્ષા ધારણ કર્યાના વીસ વર્ષ પછી નિગ્રંથ પ્રવ્રજ્યા-સ્થવિર કહેવાય છે.
શૈક્ષ-ભૂમિઓ ત્રણ પ્રકારની હોય છે : સસરાત્રિદિની, ચાતુર્માસિટી અને ષમાસિકી, દીક્ષાના છ મહિના પછી મહાવ્રતારોપણ (મોટી દીક્ષા) કરવાનું નામ ષમાસિકી શૈક્ષ-ભૂમિ છે. દીક્ષાના ચાર મહિના પછી મહાવ્રતારોપણ કરવું ચાતુર્માસિકી શૈક્ષ-ભૂમિ કહેવાય છે. દીક્ષાના સાત દિવસ પછી જે મહાવ્રતારોપણ કરવામાં આવે છે તે સપ્તરાત્રિદિની શૈક્ષ-ભૂમિ છે. પરમાસિકી શૈક્ષ-ભૂમિ ઉત્કૃષ્ટ, ચાતુર્માસિકી મધ્યમ તથા સપ્તરાત્રિદિની જઘન્ય છે.
નિગ્રંથ-નિગ્રંથીઓએ આઠ વર્ષથી ઓછી ઉંમરના બાલક-બાલિકાઓ સાથે ભોજન કરવું અકથ્ય છે અર્થાત આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળક-બાલિકાઓને દીક્ષા ન આપવી જોઈએ. નાની ઉમરના સાધુ-સાધ્વીઓ જેમના કક્ષાદિમાં વાળ ન ઉગ્યા હોય, આચારકલ્પ-આચારાંગસૂત્રના અધિકારી નથી. તેમને કક્ષાદિમાં વાળ ઉગ્યા પછી જ (પરિપક્વ અવસ્થા થયા પછી જો આચારાંગ ભણાવવું જોઈએ. (પરિપક્વ અવસ્થા થવા છતાં પણ) ઓછામાં ઓછા ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને આચારાંગ ભણાવવાનું કલ્પ છે. ચાર વર્ષના દીક્ષા-પર્યાયવાળાને સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના દીક્ષા-પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પ) અને વ્યવહાર, આઠ વર્ષની દીક્ષાવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ, દસ વર્ષની દીક્ષાવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષની દીક્ષાવાળાને લઘુવિમાનપ્રવિભક્તિ, મહાવિમાન-પ્રવિભક્તિ, અંગચૂલિકા, વંગચૂલિકા અને વિવાહચૂલિકા, બાર વર્ષની દીક્ષાવાળાને અરુણોપપાતિક, ગરુલોપપાતિક, ધરણોપપાતિક, વૈશ્રમણોપપાતિક અને વૈલંધરોપપાતિક, તેર વર્ષની દીક્ષાવાળાને ઉપસ્થાનશ્રત, સમુપસ્થાનશ્રુત, દેવેન્દ્રોપપાત અને નાગપરિયાપનિકા (નાગપરિયાવણિઆ), ચૌદ વર્ષની દીક્ષાવાળાને સ્વપ્રભાવના, પંદર વર્ષની દીક્ષાવાળાને ચારણભાવના, સોળ વર્ષના દીક્ષાવાળાને વેદનીશતક, સત્તર વર્ષની દીક્ષાવાળાને આશીવિષભાવના, અઢાર વર્ષની દીક્ષાવાળાને દષ્ટિવિષભાવના, ઓગણીસ વર્ષની દીક્ષાવાળાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org