________________
૨૧૮
અંગબાહ્ય આગમો પૂરો અધિકાર હોય તો સાધુ-સાધ્વી માટે તે કપ્ય છે. બૃહત્કલ્પ સૂત્ર (દ્વિતીય ઉદેશ)માં પણ બરાબર આ જ વિધાન છે. આ રીતે કેટલાક બીજા વિધાનો પ્રસ્તુત ઉદેશના પ્રારંભમાં છે જે બૃહત્કલ્પસૂત્રના વિધાનો સાથે હૂબહુ મળતા આવે છે. આ બધા વિધાનોનું તાત્પર્ય એટલું જ છે કે સાગારિકના અધિકાર અથવા અંદાધિકારનો કોઈ પણ પદાર્થ નિગ્રંથ-નિર્ચથી માટે અકથ્ય છે. અંતમાં આચાર્ય સમાદિ છ ભિક્ષુપ્રતિમાઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. દશાશ્રુતસ્કંધસૂત્રના સાતમા ઉદેશમાં દ્વાદશ ભિક્ષુપ્રતિમાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. દશમ ઉદેશ :
દસમા ઉદેશના પ્રારંભમાં યવમધ્ય-ચંદ્રપ્રતિમા તથા વજમધ્ય-ચંદ્રપ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જવની જેમ મધ્યમાં મોટી અને બંને બાજુ પાતળી તપસ્યાનું નામ યવમધ્ય-ચંદ્રપ્રતિમા છે. જે તપસ્યા વજ સમાન મધ્યમાં પાતળી તથા બંને બાજુ મોટી હોય તે વજમધ્ય-ચંદ્રપ્રતિમા કહેવાય છે. યવમધ્ય-ચંદ્રપ્રતિમા ધારણ કરનાર શ્રમણ એક માસ પર્યત પોતાના શરીરનું મમત્વ ત્યાગીને પ્રત્યેક પ્રકારના ઉપસર્ગ – કષ્ટ સમતાપૂર્વક સહે છે. ઉપસર્ગો ત્રણ પ્રકારના હોય છે : દેવજન્ય, મનુષ્યજન્ય અને તીર્થંચજન્ય. આ ત્રણે પ્રકારના ઉપસર્ગો અનુલોમ – અનુકૂળ તથા પ્રતિલોમ – પ્રતિકૂળના ભેદથી બે પ્રકારના હોય છે. યવમધ્યચંદ્રપ્રતિમા ધારણ કરનાર સાધુ શુક્લપક્ષની પ્રતિપદાએ એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરે છે. દ્વિતીયાએ બે દક્તિ આહારની અને બે દત્તિ પાણીની ગ્રહણ કરે છે. આ જ રીતે ક્રમશઃ એક-એક દત્તિ વધારતો વધારતો પૂર્ણિમાએ પંદર દત્તિ આહારની અને પંદર દત્તિ પાણીની ગ્રહણ કરે છે. કૃષ્ણપક્ષમાં ક્રમશ: એક-એક દક્તિ ઓછી કરતો જાય છે. અંતમાં અમાસના દિવસે ઉપવાસ કરે છે. વજમધ્ય-ચંદ્રપ્રતિમામાં કૃષ્ણપક્ષની પ્રતિપદાએ પંદર દત્તિ આહારની તથા પંદર દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે યાવતુ અમાસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની લેવામાં આવે છે. શુક્લપક્ષમાં ક્રમશ: એક-એક દત્તિ વધારતાં પૂર્ણિમાએ ઉપવાસ કરવામાં આવે છે. આ રીતે ત્રીસ દિવસની પ્રત્યેક પ્રતિમામાં પ્રારંભના ઓગણત્રીસ દિવસ આહાર-પાણી તથા અંતિમ દિવસે ઉપવાસ કરવામાં આવે છે.
વ્યવહાર પાંચ પ્રકારનો કહેવામાં આવેલ છે : આગમ-વ્યવહાર, શ્રુત૧. એક જ સમયે એક સાથે એકધારો જેટલો આહાર અથવા પાણી સાધુના પાત્રમાં નાખવામાં
આવે છે તેને “દત્તિ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org