________________
૨૧૬
સપ્તમ ઉદ્દેશ :
સાતમા ઉદ્દેશમાં દર્શાવવામાં આવ્યું છે કે સામાન્યપણે સાધુ સ્ત્રીને તથા સાધ્વી પુરુષને દીક્ષા ન આપે. જો કોઈ એવા સ્થાનમાં કોઈ સ્ત્રીને વૈરાગ્ય ઉત્પન્ન થાય કે જ્યાં આસપાસમાં કોઈ સાધ્વી ન હોય તો સાધુ તેને એ શરતે દીક્ષા આપી શકે કે તે દીક્ષિત થયા પછી જેમ બને તેમ જલદી તેને કોઈ સાધ્વીને સોંપી દેશે. એ જ રીતે સાધ્વી પણ પુરુષને દીક્ષા આપી શકે છે.
નિગ્રંથીઓ માટે વિકટ દિશા (જે દિશામાં ચોર, બદમાશ, ગુંડા વગેરે રહેતા હોય તે દિશા)માં વિચરવું અકલ્પ્ય છે, કેમ કે ત્યાં વસ્ત્રાદિના અપહરણ તથા વ્રતભંગ વગેરેનો ભય રહે છે. નિગ્રંથ વિકટ દિશામાં વિચરી શકે છે. કોઈ સાધુનો કોઈ એવા સાધુ વગેરે સાથે વેર-વિરોધ થઈ ગયો હોય જે વિકટ દિશામાં રહેતો હોય તો તેણે વિકટ દિશામાં જઈને તેની ક્ષમા યાચના કરવી જોઈએ, પોતાના સ્થાનમાં રહીને નહિ. કોઈ નિગ્રંથીનો કોઈ અન્ય સાધુ વગેરે સાથે વેર-વિરોધ થઈ ગયો હોય અને તે વિકટ દિશામાં રહેતો હોય તો તેણે ત્યાં ક્ષમાયાચના કરવા માટે જવાની કોઈ જરૂર નથી. તે પોતાના સ્થાન પર બેઠી રહીને જ તેની ક્ષમા માગી શકે છે.
અંગબાહ્ય આગમો
સાધુ-સાધ્વીઓએ વિકાલ-અકાલ-વિકટ કાળમાં સ્વાધ્યાય કરવો અકલ્પ્ય છે પરંતુ સ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરવો કલ્પ્ય છે. પોતાની શારીરિક સ્થિતિ ઠીક ન હોય તો (વ્રણ આદિની અવસ્થામાં) સ્વાધ્યાય કરવો વર્જિત છે. હા, એવી સ્થિતિમાં પરસ્પર વાચનાનું આદાન-પ્રદાન થઈ શકે છે.
ત્રણ વર્ષના શ્રમણ-પર્યાયવાળા નિગ્રંથને ત્રીસ વર્ષના શ્રમણ-પર્યાયવાળી નિગ્રંથીના ઉપાધ્યાય-પદ પર પ્રતિષ્ઠિત કરવાનું કલ્પ્ય છે. એ જ રીતે પાંચ વર્ષના દીક્ષા-પર્યાયવાળા સાધુને સાઠ વર્ષના દીક્ષા-પર્યાયવાળી સાધ્વીના આચાર્ય અથવા ઉપાધ્યાય પદ પર પ્રતિષ્ઠિત કરવાનું કલ્પ્ય છે. તાત્પર્ય એ છે કે સાધુ-સાધ્વીઓએ આચાર્ય-ઉપાધ્યાયના નિયંત્રણ વિના સ્વચ્છંદતાપૂર્વક વિચરતાં રહેવું ન જોઈએ.
જે પ્રદેશમાં સાધુઓ રહેતા હોય ત્યાંની રાજ્ય-વ્યવસ્થા બદલાઈ જાય અને બધી સત્તા અન્ય રાજાના હાથમાં આવી જાય તો તે પ્રદેશમાં રહેવા માટે પુનઃ નવા રાજ્યાધિકારીઓની અનુમતિ લેવી આવશ્યક છે. જો બીજા રાજાનો પૂર્ણ અધિકાર ન થયો હોય તો તથા પહેલાની સત્તા ઉખડી ગઈ ન હોય તો પુનઃ અનુમતિ લેવાની કોઈ આવશ્યકતા નથી.
અષ્ટમ ઉદ્દેશ :
આઠમા ઉદ્દેશમાં સૂત્રકારે બતાવ્યું છે કે સાધુ એક હાથથી ઉંચકી શકાય તેવા નાના-મોટા શય્યા-સંસ્તા૨ક ત્રણ દિવસ જેટલા અંતર સુધી સાથે લઈ જઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org