________________
વ્યવહાર
૨ ૧૫ સાધ્વી સાધુ પાસેથી કોઈ પણ પ્રકારની વૈયાવૃત્ય – સેવા ન કરાવે. અપવાદ રૂપે સાધુ-સાધ્વી પરસ્પર સેવા-સુશ્રુષા કરી શકે છે. આ જ રીતે સર્પદંશ વગેરે કોઈ વિષમ પરિસ્થિતિની ઉપસ્થિતિમાં સાધુ-સાધ્વીની આવશ્યકતાનુસાર સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ ઔષધોપચારરૂપ સેવા કરી શકે છે. તે માટે કોઈ જાતના પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. પ્રસ્તુત વિધાન સ્થવિરકલ્પિકો માટે છે. જિનકલ્પિકોએ કોઈ પણ પ્રકારની સેવા કરાવવાનું અકલ્પ છે. સેવા કરાવે તો પારિહારિક તપરૂપ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. ષષ્ટ ઉદ્દેશ : - છઠ્ઠા ઉદેશમાં ગ્રંથકારે બતાવ્યું છે કે કોઈ પણ સાધુએ સ્થવિરની અનુમતિ વગર પોતાના જ્ઞાતિજનોને ત્યાં ન જવું જોઈએ. જે સાધુ-સાધ્વી અલ્પશ્રુત અને અલ્પાગમ છે તેમણે એકલા પોતાના જ્ઞાતિજનો–સંબંધીઓના ઘેર ન જવું જોઈએ, પરંતુ પોતાના બહુશ્રુત અને બઢ઼ાગમ સાધુ-સાધ્વીને સાથે લઈને જવું જોઈએ. ત્યાં જે વસ્તુ તેમના પહોંચ્યા પહેલાં રાંધીને તૈયાર હોય તે ગ્રહણીય છે, અન્ય નહિ.
આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ અતિશય-અતિશેષ (વિશેષાધિકાર) હોય છે : ૧. બહારથી ઉપાશ્રયમાં આવે ત્યારે તેમના પગ લૂછીને સાફ કરવા, ૨. તેમના પ્રઝવણ (પેશાબ) વગેરેનો યતનાપૂર્વક ભૂમિ પર ત્યાગ કરવો, ૩. યથાશક્તિ તેમની વૈયાવૃત્ય કરવી, ૪. ઉપાશ્રયની અંદર હોય ત્યારે તેમની સાથે અંદર રહેવું, ૫. ઉપાશ્રયની બહાર હોય ત્યારે તેમની સાથે બહાર વૃક્ષ વગેરેની નીચે રહેવું. ગણાવચ્છેદકના બે અતિશય હોય છે : ગણાવચ્છેદક ઉપાશ્રયની અંદર હોય ત્યારે અંદર અને બહાર રહે ત્યારે બહાર રહેવું.
આચારાંગાદિ શાસ્ત્રોના જ્ઞાતા સાધુ-સાધ્વીઓ સાથે ન હોય ત્યારે બીજા સાધુસાધ્વીઓએ ક્યાંય પણ રહેવાનું અકથ્ય છે. શાસ્ત્રજ્ઞ સાધુ-સાધ્વીઓ ની ગેરહાજરીમાં રહેવાથી છેદ અથવા પારિહારિક પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે.
કારણવિશેષ અથવા પ્રયોજનવિશેષથી અન્ય ગચ્છમાંથી છુટા પડીને આવનાર સાધુ અથવા સાધ્વી અખંડિત આચારથી યુક્ત હોય, શબલ દોષ રહિત હોય, ક્રોધાદિથી અસંક્લિષ્ટ હોય, પોતાના દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરે, લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત કરે તો તેની સાથે સમાનતાનો વ્યવહાર કરવો કથ્ય છે, અન્યથા નહિ.
૧. દશાશ્રુતસ્કંધ સૂત્રના દ્વિતીય ઉદેશમાં ૨૧ પ્રકારના શબલ-દોષો બતાવવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org