________________
૨૧૪
અંગબાહ્ય આગમો વિશેષ કારણોથી અધિક રોકાવું પડે તો કોઈ વાંધો નથી. વિના કારણ અધિક રહેવાથી તેટલા જ દિવસના છેદ અથવા પરિહાર પ્રાયશ્ચિતના ભાગી થવું પડે છે. વર્ષાઋતુના દિવસોમાં આચાર્યાદિનું અવસાન થાય ત્યારે પણ આ જ નિયમ લાગુ પડે છે. આ જ પ્રકારની વિશેષ પરિસ્થિતિમાં વર્ષાઋતુમાં પણ જો વિહાર કરવો પડે તો કથ્ય છે. - આચાર્ય-ઉપાધ્યાયાદિ અધિક બીમાર હોય અને તેમને પોતાના જીવનની વિશેષ આશા ન હોય તો પોતાની સાથેના સાધુઓને બોલાવીને કહે કે “આર્યો! મારું આયુષ્ય પૂર્ણ થયા પછી અમુક સાધુને અમુક પદવી પ્રદાન કરજો.’ તેમના મૃત્યુ પછી જો તે સાધુ યોગ્ય પ્રતીત થાય તો તેને તે પદ પર પ્રતિષ્ઠિત કરવો જોઈએ. યોગ્ય પ્રતીત ન થવાની દશામાં અન્ય યોગ્ય સાધુને તે પદવી પ્રદાન કરવી જોઈએ. અન્ય યોગ્ય સાધુ આચારાંગાદિ વાંચીને કુશળ બની જાય ત્યાં સુધી આચાર્યાદિના સલાહસૂચન અનુસાર કોઈ પણ સાધુને અસ્થાયી રૂપે કોઈ પણ પદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. બીજો યોગ્ય સાધુ પ્રવચન-કુશળ બની જાય પછી અસ્થાયી પદાધિકારીએ તરત પોતાનું પદ છોડી દેવું જોઈએ. તેમ ન કરવાથી તેને છેદ અથવા પારિવારિક તપના ભાગી થવું પડે છે.
બે સાધુઓ સાથે વિચરતા હોય તો તેમણે સમાન કક્ષાએ ન રહેતાં યોગ્યતાનુસાર નાના-મોટા થઈ રહેવું જોઈએ. તે જ રીતે બે ગણાવચ્છેદકો, બે આચાર્યો, બે ઉપાધ્યાયોએ પણ સમાનતાનો દાવો કરતાં સાથે રહેવું અકથ્ય છે. અનેક સાધુઓ, ગણાવચ્છેદકો, આચાર્યો અને ઉપાધ્યાયોએ પણ આ પ્રકારે સમાન સ્થાનનો દાવો કરીને એક સાથે ન રહેતાં યોગ્યતાનુસાર નાના-મોટાની સ્થાપના કરી વંદનાદિ વ્યવહારપૂર્વક એકબીજાનું સન્માન કરવું જોઈએ. સાધ્વીઓ માટે પણ આ જ નિયમ
પંચમ ઉદ્દેશ:
પાંચમા ઉદેશમાં સાધ્વીઓની વિહારકાલીન ન્યૂનતમ સંખ્યાનું વિધાન કરતાં સૂત્રકાર કહે છે કે પ્રવર્તિની (મુખ્ય સાધ્વી)એ ઓછામાં ઓછું બે અન્ય સાધ્વીઓ સાથે જ શીતોષ્ણકાળમાં ગ્રામાનુગ્રામ વિચરવું જોઈએ. ગણાવચ્છેદિકા સાથે ઉપર્યુક્ત કાળમાં ઓછામાં ઓછું ત્રણ અન્ય સાધ્વીઓનું હોવું આવશ્યક છે. વર્ષાકાળ અર્થાત ચાતુર્માસ માટે ઉપર્યુક્ત બંને સંખ્યામાં એક-એકની વૃદ્ધિ કરવામાં આવી છે. પ્રવર્તિની વગેરેનું મૃત્યુ, વિવિધ પદાધિકારીઓની પ્રતિષ્ઠા વગેરે વિષયમાં પણ આ જ નિયમો છે જે ચતુર્થ ઉદેશમાં સાધુ-સમાજ માટે બતાવવામાં આવ્યા છે.
વૈયાવૃત્યના વિષયમાં સામાન્ય નિયમ એ જ છે કે સાધુ સાધ્વી પાસેથી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org