________________
વ્યવહાર
૨૧૭ કોઈ વૃદ્ધ નિગ્રંથ માટે આવશ્યકતા ઊભી થાય તો પાંચ દિવસ જેટલા અંતરથી પણ લાવવાનું વિધાન છે.
સ્થવિર માટે નિમ્નોક્ત ઉપકરણો કથ્ય છે : ૧. દંડ, ૨. ભાંડ, ૩. છત્ર, ૪. માત્રિકા (પેશાબ માટે), ૫. લાષ્ટિક (પીઠ પાછળ રાખવાનો તકિયો કે પાટલો), ૬. ભિતિ (સ્વાધ્યાય વગેરે માટે બેસવાનો પાટલો), ૭. ચેલ (વસ્ત્ર), ૮. ચેલ-ચિલિમિલિકા (વસ્ત્રનો પડદો), ૯, ચામડું, ૧૦. ચર્મકોશ (ચામડાની થેલી), ૧૧. ચર્મ-પછિ (વીંટવા માટે ચામડાનો ટૂકડો). એમાંથી જે ઉપકરણ સાથે રાખવા અથવા લાવવા-લઈ જવા યોગ્ય ન હોય તેને ઉપાશ્રયની નજીક કોઈ ગૃહસ્થને ત્યાં રાખીને તેની અનુમતિથી સમયે સમયે તેનો યથોચિત ઉપયોગ થઈ શકે છે.
ક્યાંક અનેક સાધુઓ રહેતા હોય અને તેમાંથી કોઈ ગૃહસ્થના ઘરે પોતાનું ઉપકરણ ભૂલી આવ્યો હોય તથા બીજો કોઈ સાધુ ગૃહસ્થને ત્યાં ગયો હોય અને ગૃહસ્થ તેને તે ઉપકરણ સોંપતાં કહે કે તે તમારા સાધુનું છે આથી તે લઈ જાવ. ત્યારે તે સાધુ ઉપકરણ લઈ પોતાના સ્થાન પર આવી બધા સાધુઓને બતાવે અને જેનું હોય તેને સોંપી દે. જો તેમનામાંથી કોઈનું ન હોય તો સ્વયં તે તેનો ઉપયોગ ન કરે, ન કોઈ બીજાને ઉપયોગ માટે આપે પરંતુ એકાંત નિર્દોષ સ્થાન જોઈને તેનો ત્યાગ કરી દે. આ જ રીતે કોઈ સાધુ પોતાનું ઉપકરણ ભૂલીને અન્યત્ર ચાલ્યો ગયો હોય તો તેની તપાસ કરી સ્વયં તેની પાસે પહોંચાડે. તેનો પત્તો ન લાગે તો એકાંત નિર્દોષ સ્થાન જોઈ તેનો ત્યાગ કરી દે.
આહારપ્રમાણના વૈવિધ્યની ચર્ચા કરતાં સૂત્રકાર કહે છે કે કુફ્ફટાણ્ડકપ્રમાણ પ્રતિ ગ્રાસના હિસાબે આઠ ગ્રાસનો આહાર કરનાર અલ્પાહારી, બાર ગ્રાસનો આહાર કરનાર અપાધંવમૌદરિક, સોળ ગ્રાસનો આહાર કરનાર દ્વિભાગપ્રાપ્ત, ચોવીસ ગ્રાસનો આહાર કરનાર પ્રાપ્તાવમૌદરિક, બત્રીસ ગ્રાસનો આહાર કરનાર પ્રમાણોપેતાહારી અને બત્રીસ ગ્રાસથી એક પણ ગ્રાસ ઓછું ખાનાર અવમૌદરિક કહેવાય છે. નવમ ઉદેશ :
નવમા ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે સાગારિક (મકાન-માલિકોને ત્યાં આવેલ અતિથિ વગેરે સાગારિક પાસેથી એ શરતે ભોજન વગેરે લે કે બચેલો સામાન પાછો આપશે અને જો તે આહારમાંથી આગંતુક અતિથિ સાધુ-સાધ્વીને કંઈક આપવા માગે તો તે તેમને માટે અકય છે. જો તે આહાર પર આગંતુકનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org