________________
૧૬૯
ઓઘનિર્યુક્તિ પિણ્ડ :
એષણાના ત્રણ પ્રકાર છે : – ગવેષણએષણા, ગ્રહણ-એષણા અને ગ્રાસએષણા. સાધુઓ આ ત્રણેય એષણાઓથી વિશુદ્ધ પિંડ ગ્રહણ કરે છે (૩૩). દ્રવ્યપિંડ ત્રણ પ્રકારના છે – સચિત્ત, મિશ્ર અને અચિત્ત. અચિત્તના દસ ભેદ તથા સચિત્ત અને મિશ્રના નવ ભેદ છે (૩૩૫). આગળ જતાં ચીર-પ્રક્ષાલનના દોષ (૩૪૮), ચીર-પ્રક્ષાલન ન કરવાના દોષ (૩૪૯), રોગીઓનાં વસ્ત્રો વારંવાર ધોવાનું વિધાન, નહિ તો લોકોમાં જુગુપ્સાની આશંકા (૩૫૧), વસ્ત્રો કયા જળથી ધોવાં અને પહેલાં કોના વસ્ત્રો ધોવાં (૩૫૫-૩પ૬), અગ્નિકાપિંડ (૩૫૮), વાયુકાયપિંડ (૩૬૦), વનસ્પતિકાયપિંડ (૩૬૩), દ્વીન્દ્રિયાદિકપિંડની ચર્ચા (૩૬૫), ચર્મ, અસ્થિ, દંત, નખ, રોમ, શીંગ, બકરીની લીંડી, ગૌમૂત્ર, દૂધ, દહીં, ખોપરી વગેરેનો ઉપયોગ (૩૬૮-૯), પાત્રલેપપિંડ (૩૭૧-૨), પાત્ર પર લેપ કરવામાં દોષ (ભાષ્ય ૧૯૬), પાત્ર પર લેપ ન કરવામાં દોષ (૩૭૩-૩૭૪), પાત્રલેપનની વિધિ (૩૭૬-૪૦૧), લેપના પ્રકાર (૪૦૨), પ્રમાણ, કાળ અને આવશ્યક વગેરેના ભેદથી ગવેષણ-એષણાનું પ્રરૂપણ (૪૧૧; ભાષ્ય ૨૧૬૨૧૯), મહાવ્રતોમાં દોષ (ભાગ ૨૨૧) વગેરે બતાવવામાં આવ્યા છે. કોઈ વિધવા, પ્રોષિતભર્તૃકા અથવા રખાત સ્ત્રી જો સાધુને એકલો જોઈને ઘરનું બારણું બંધ કરી દે અને એવી હાલતમાં સાધુ જો સ્ત્રીની ઈચ્છા કરે તો તે સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે અને જો નથી કરતો તો સ્ત્રી દ્વારા ખોટી બદનામી થવાથી લોકોમાં હાસ્યાસ્પદ બનવાની આશંકા રહે છે (ભાષ્ય ૨૨૨). જો કોઈ સ્ત્રી જબરદસ્તીથી પકડી લે તો તેને ધર્મોપદેશ આપવો, જો તે છતાં પણ ન છોડે તો કહેવું કે હું ગુરુ પાસે જઈને હમણાં જ આવું છું અને પછી ત્યાંથી ચાલ્યા જવું. છતાં પણ સફળતા ન મળે તો કહેવું કે સારું ચાલો આ કમરામાં વ્રતભંગ કરીશું. આમ કહીને તે આત્મહત્યા કરવા માટે લટકતું દોરડું પકડી લે. આનાથી પણ સફળતા ન મળે તો પછી લટકીને સાચેસાચ પ્રાણોનો ત્યાગ કરે (૪૨૨). આગળ જતાં પરગ્રામમાં ભિક્ષાટનની વિધિ બતાવી છે (૪૩૦-૪૪૦).
ગ્રહણ-એષણામાં આત્મ-વિરાધના, સંયમ-વિરાધના અને પ્રવચન-વિરાધના નામના દોષોનો ઉલ્લેખ છે (૪૨૩-૬૬). આઠ વર્ષથી નાની ઉંમરનો બાળક, વૃદ્ધ, નપુંસક, દારુથી ઉન્મત્ત થયેલ, વિક્ષિપ્ત ચિત્તવાળો, શત્રુ-પરાજય વગેરેના
૮).
૧. વિશેષ માટે જુઓ – વ્યવહારભાષ્ય, ભાગ ૪, ગાથા ૨૬૭-૬૮, પૃ. ૫૭ વગેરે; ભાગ
૫, ગાથા ૭૩-૭૪, પૃ. ૧૭; ભાગ ૬, ગાથા ૩૧, પૃ. ૪; આવશ્યકચૂર્ણિ, પૃ. ૫૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org