________________
દશાશ્રુતસ્કંધ
૧૮૭ અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ, ૩૦૦ ચતુર્દશ પૂર્વધરો, ૧, ૩૦૦ અવધિજ્ઞાનીઓ, ૭00 કેવલજ્ઞાનીઓ, ૭00 વૈક્રિયલબ્ધિધારીઓ, ૫૦૦ વિપુલમતિ-જ્ઞાનીઓમન:પર્યયજ્ઞાનીઓ, ૪૦૦ વાદીઓ. - ભગવાન પાર્શ્વનાથના જીવનમાં પાંચ પ્રસંગે વિશાખા નક્ષત્રનો યોગ થયો હતો : ૧. વિશાખા નક્ષત્રમાં ટ્યુત થઈ ગર્ભમાં આવવું, ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ થવો, ૩. વિશાખા નક્ષત્રમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી. ૪. વિશાખા નક્ષત્રમાં કેવલજ્ઞાન-કેવલદર્શન ઉત્પન્ન થવું, ૫. વિશાખા નક્ષત્રમાં નિર્વાણ થવું.
ભગવાન અરિષ્ટનેમિના ઉપર્યુક્ત પાંચ પ્રકારના જીવનપ્રસંગોનો સંબંધ ચિત્રા નક્ષત્ર સાથે છે. પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રની માફક પાર્શ્વ અને અરિષ્ટનેમિના જીવનચરિત્ર પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, પરંતુ એટલા વિસ્તારથી નહિ. એ જ રીતે ચાર ઉત્તરાષાઢ અને એક અભિજિત – એ પાંચ નક્ષત્રો સાથે જોડાયેલ ભગવાન ઋષભદેવનું પણ સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
વિરાવલીમાં ભગવાન મહાવીરથી માંડી દેવર્ધિગણિ સુધીની ગુરુ-પરંપરાનો ઉલ્લેખ છે. આ સ્થવિરાવલી નંદિસૂત્રની સ્થવિરાવલીથી કંઈક જુદી છે. મોહનીય-સ્થાન :
નવમા ઉદેશમાં ત્રીસ મોહનીય-સ્થાનોનું વર્ણન છે. મોહનીય તે કર્મ છે જે આત્માને મોહિત કરે છે અથવા જેના દ્વારા આત્મા મોહિત થાય છે. આ કર્મના પરમાણુઓના સંસર્ગથી આત્મા વિવેકશૂન્ય બની જાય છે. આ કર્મ બધા કર્મોમાં મુખ્ય છે. સૂત્રકારે પ્રસ્તુત ઉદ્દેશની ગાથાઓમાં ત્રણ મહામોહનીય-સ્થાનોનું સ્વરૂપ બતાવ્યું છે : (૧) જે વ્યક્તિ પાણીમાં ડૂબકીઓ મારી ત્રસ પ્રાણીઓને મારે છે તે મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૨) જે વ્યક્તિ કોઈ પ્રાણીના મુખ વગેરે અંગોને હાથ વડે ઢાંકીને અથવા અવરોધીને જીવહત્યા કરે છે તે મહામોહનીય કર્મનું ઉપાર્જન કરે છે. (૩) જે અગ્નિ સળગાવીને અનેક લોકોને ઘેરીને ધુમાડાથી મારે છે તે મહામોહનીય-કર્મનો બંધ કરે છે. (૪) જે કોઈના મસ્તક ઉપર પ્રહાર કરે છે તેમ જ મસ્તક ફોડીને તેની હત્યા કરી નાખે છે તે મહામોહનીય-કર્મના પાશમાં બંધાય છે. (પ) જે કોઈ પ્રાણીના મસ્તક વગેરે અંગોને ભીના ચામડાથી બાંધી દે છે તે મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૬) જે વારંવાર કપટથી કોઈ મૂર્ખ વ્યક્તિને મારીને હસે છે તે મહામોહનીયના બંધનમાં બંધાય છે. (૭) જે પોતાના દોષોને છુપાવે છે, માયાને માયાથી ઢાંકે છે, અસત્ય બોલે १. मोहयत्यात्मानं मुह्यत्यात्मा वा अनेन इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org