________________
બૃહત્કલ્પ
૧૯૫ અપાવૃતદ્વારોપાશ્રયવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથીઓએ દરવાજા વિનાના ખુલ્લા ઉપાશ્રયમાં રહેવું ન જોઈએ. કારયુક્ત ઉપાશ્રય ન મળે તો તેવી દશામાં અપવાદરૂપે પડદો લગાવીને રહેવું કહ્યું છે. નિગ્રંથોએ દરવાજા વિનાના ઉપાશ્રયમાં રહેવાનું કહ્યું છે.
ઘટીમાત્રપ્રકૃત સૂત્રોમાં નિગ્રંથીઓ માટે ઘટીમાત્રક (ઘડો) રાખવાનું તથા તેનો ઉપયોગ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે, જ્યારે નિગ્રંથો માટે ઘટ રાખવાનો તથા તેનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
ચિલિમિલિકામકૃતસૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓને કપડાંની ચિલિમિલિકા (પડદો) રાખવાની તથા તેનો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
દકતીરપ્રકૃત સૂત્રમાં સૂત્રકારે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ જળાશય વગેરેની સમીપે અથવા કિનારે ઊભા રહેવું, બેસવું, આડા પડખે થવું, સૂવું, ખાવું-પીવું. સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગ વગેરે કરવાનું અકથ્ય છે.
ચિત્રકર્મવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કેનિગ્રંથ-નિગ્રંથીઓએ ચિત્રકર્મયુક્ત ઉપાશ્રયમાં ન રહેવું જોઈએ પણ ચિત્રકર્મરહિત ઉપાશ્રયમાં રહેવું જોઈએ. - સાગારિકનિશ્રાવિષયક સૂત્રોમાં બતાવાયું છે કે નિગ્રંથીઓ સાગારિક- શય્યાતર – વસતિપતિ – મકાનમાલિકની નિશ્રા – રક્ષાની સ્વીકૃતિ વિના ક્યાંય પણ રહેવું ન જોઈએ. તેમણે સાગારિકની નિશ્રામાં જ રહેવું કલ્પ છે. નિગ્રંથ સાગારિકની નિશ્રા અથવા અનિશ્રામાં રહી શકે છે. - સાગરિકોપાશ્રયપ્રકૃત સૂત્રોમાં એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે નિગ્રંથનિગ્રંથીઓએ સાગારિક સાથે સંબંધ રાખનારા– સ્ત્રી-પુરુષ, ધન-ધાન્ય વગેરેથી યુક્ત – ઉપાશ્રયમાં ન રહેવું જોઈએ. નિગ્રંથોએ સ્ત્રી-સાગારિકના ઉપાશ્રયમાં રહેવું અકથ્ય છે. નિગ્રંથીઓએ પુરુષ-સાગારિકના ઉપાશ્રયમાં રહેવું અકથ્ય છે. બીજા શબ્દોમાં નિગ્રંથોએ પુરુષ-સાગારિક અને નિગ્રંથીઓએ સ્ત્રી-સાગરિકના ઉપાશ્રયમાં રહેવું કલ્પ છે.
પ્રતિબદ્ધશપ્યાપ્રકૃત સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે ઉપાશ્રયની નજીક (અડીને –પ્રતિબદ્ધ) ગૃહસ્થો રહેતા હોય ત્યાં સાધુઓએ ન રહેવું જોઈએ, પરંતુ સાધ્વીઓ રહી શકે છે.
ગૃહપતિકુલમધ્યવાસવિષયક સૂત્રોમાં નિગ્રંથો અને નિગ્રંથીઓ બંને માટે ગૃહપતિકુલમધ્યવાસ અર્થાત ગૃહસ્થના ઘરની વચ્ચોવચ થઈને જવા-આવવાનું કામ પડતું હોય તો તેવા સ્થાનમાં રહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧. “પટીમાત્ર' પરીસંસ્થાને મુન્જામગનવિશેષ .... | – ક્ષેમકીર્તિકૃત વૃત્તિ, પૃ. ૬૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org