________________
' ૨૦૧
બૃહત્કલ્પ
ફરી દીક્ષા ગ્રહણ કરતી વેળાએ નવી ઉપધિ ન લેતાં પોતાની જૂની ઉપધિ સાથે જ દીક્ષિત થવું જોઈએ. ચતુઃકૃત્સ્ન વિષયક સૂત્રમાં પહેલી વાર દીક્ષા લેનારી સાધ્વી માટે ચાર આખા વસ્ત્રોનું વિધાન કરવામાં આવ્યું છે. બાકીનાં ઉપકરણો સાધુનાં જેવાં જ સમજવાં જોઈએ.
સમવસરણ સંબંધી સૂત્રમાં ગ્રંથકારે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ પ્રથમ સમવસરણ અર્થાત્ વર્ષાકાળમાં વસ્ર ગ્રહણ કરવાનું અકલ્પ્ય છે. દ્વિતીય સમવસરણ અર્થાત્ ઋતુબદ્ધકાળ હેમંત-ગ્રીષ્મ ઋતુમાં વસ્ત્ર લેવામાં કોઈ દોષ નથી.
યથારાત્મિકવસ્ત્રપરિભાજનપ્રકૃત સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓએ યથારત્નાધિક અર્થાત્ નાના-મોટાની મર્યાદા અનુસાર વસ્ત્ર-વિભાજન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ જ રીતે સૂત્રકારે યથારાત્વિક શય્યા-સંસ્તારક પરિભાજનનું પણ વિધાન કર્યું છે અને બતાવ્યું છે કે કૃતિકર્મ – વંદનાદિ કર્મના વિષયમાં પણ આ જ નિયમ લાગુ પડે છે.
અંતરગૃહસ્થાનાદિપ્રકૃત સૂત્રમાં આચાર્યે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ ઘરની અંદર અથવા બે ઘરોની વચ્ચે બેસવું, સૂવું વગેરે અકલ્પ્ય છે. કોઈ રોગી, વૃદ્ધ, તપસ્વી વગેરે બેભાન થઈ જાય અથવા પડી જાય તો બેસવા વગેરેમાં કોઈ દોષ નથી. નિગ્રંથ-નિગ્રંથીઓએ અંતરગૃહમાં ચાર-પાંચ ગાથાઓનું આખ્યાન ન કરવું જોઈએ. એક ગાથા વગેરેનું આખ્યાન ઊભા-ઊભા કરી શકાય છે.
શય્યા-સંસ્તારક સંબંધી સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે નિગ્રંથ-નિગ્રંથીઓએ પ્રાતિહારિક (પાછા આપવા યોગ્ય) ઉપકરણો માલિકને સોંપ્યા વિના અન્યત્ર વિહાર ન કરવો જોઈએ. શય્યાતર અર્થાત્ મકાનમાલિકના શય્યા-સંસ્તારકને પોતાને માટે પાથરેલા રૂપમાં ન છોડતાં વિખેરીને વ્યવસ્થિત કર્યા પછી જ અન્યત્ર વિહાર કરવો જોઈએ. પોતાની પાસેના શય્યાતરના શય્યા-સંસ્તારકને જો કોઈ ચોરી જાય તો તેની તપાસ કરવી જોઈએ અને પાછા મળતાં શય્યાતરને સોંપી દેવા જોઈએ. ફરી આવશ્યકતા હોય તો યાચના કરી તેનો ઉપયોગ કરવો જોઈએ.
અવગ્રહ વિષયક સૂત્રોમાં સૂત્રકારે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે જે દિવસે કોઈ શ્રમણ વસતિ તથા સંસ્તારકનો ત્યાગ કરે એ જ દિવસે બીજા શ્રમણ ત્યાં આવી જાય તો પણ એક દિવસ સુધી પહેલાંના શ્રમણોનો અવગ્રહ (અધિકાર) *ચાલુ રહે છે.
સેનાપ્રકૃત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગ્રામ, નગર વગેરેની બહાર સેનાનો પડાવ હોય તો નિગ્રંથ-નિગ્રંથીઓએ તે જ દિવસે ભિક્ષાચર્યા કરી પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org