________________
૨૦૬
અંગબાહ્ય આગમો આસન પર બેસવું-સૂવું, સવિષાણ પીઠ-ફલક પર બેસવું-સૂવું, નાલયુક્ત અલાબુપાત્ર રાખવું, સવૃત્ત પાદકેસરિકા' રાખવી, દારુદંડક (પાદપ્રીંછનક) રાખવું વગેરે પણ કય નથી.
મોકવિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ પરસ્પર મોક (પેશાબ અથવા ઘૂંક)નું આચમન કરવું પાન કરવું અકથ્ય છે. રોગાદિક કારણોસર તેમ કરવાની છૂટ છે..
પરિવાસિત પ્રકૃતિ પ્રથમ સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓએ પરિવાસિત અર્થાત રાતમાં રાખેલો આહાર ખાવાની મનાઈ કરવામાં આવી છે. બાકીના સૂત્રોમાં પરિવાસિત આલેપન, પરિવાસિત તેલ વગેરેનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
પરિહારકલ્પ વિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે પરિહારકલ્પમાં સ્થિત ભિક્ષુએ જો સ્થવિર વગેરેના આદેશથી બીજા સ્થળે જવું પડે તો તરત જવું જોઈએ અને કામ પૂરું કરી પાછા ફરી જવું જોઈએ. આમ કરવામાં જો ચરિત્રમાં કોઈ પ્રકારનો દોષ લાગે તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
પુલાકભક્તપ્રકૃત સૂત્રમાં સૂત્રકારે એ વાત પર જોર દીધું છે કે સાધ્વીઓને એક સ્થાનમાંથી પુલકભક્ત અર્થાત સરસ આહાર (ભારે ભોજન) મળી જાય તો તે દિવસે તે જ આહારથી સંતોષ માનતાં બીજી જગ્યાએ વધુ આહાર લેવા માટે જવું ન જોઈએ. જો તે આહારથી પૂરું પેટ ન ભરાય તો બીજી વાર ભિક્ષા માટે જવામાં કોઈ બાધ નથી. ષષ્ઠ ઉદ્દેશ :
ષષ્ઠ ઉદેશમાં વીસ સૂત્રો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ નિર્ચથીઓએ નિમ્નલિખિત છ પ્રકારના વચનો બોલવા ન જોઈએ : અલીકવચન, હીલિતવચન, ખિસિતવચન, પરુષવચન, ગાહસ્થિકવચન અને વ્યવશમિતાદીરણ-વચન.
કલ્પ (સાધ્વાચાર)ના વિશુદ્ધિમૂલક છ પ્રસ્તાર (પ્રાયશ્ચિત્તની રચનાવિશેષ) છે : પ્રાણાતિપાતનો આરોપ લગાવનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, મૃષાવાદનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, અદત્તાદાનનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, અવિરતિકા (સ્ત્રી) અથવા અબ્રહ્મ (મથુન)નો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત, અપુરુષ-નપુંસકનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત અને દાસનો આરોપ લગાડનાર સંબંધી પ્રાયશ્ચિત્ત,
१. "पादकेसरिया णाम डहरयं चीरं । असईए चीराणां दारुए बज्झति" इति चूर्णौ । . ૨. ઉ. ૬, સૂ. ૧ ૩. ઉ. ૬, સૂ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org