________________
બૃહત્કલ્પ
જાણ થાય કે આ સાધુ કલહ કરીને આવ્યો છે તો તેને પાંચ રાત-દિવસનું છેદપ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તથા પોતાની પાસે રાખી સમજાવી-મનાવી શાંત કરી ફરી પોતાના ગણમાં મોકલી આપવો જોઈએ.
૨૦૫
સંસ્કૃતાસંસ્કૃતનિર્વિચિકિત્સવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સશક્ત અથવા અશક્ત ભિક્ષુ સૂર્યના ઉદય અને અનસ્ત પ્રત્યે નિઃશંક થઈને ભોજન કરતો હોય અને પછી જાણ થાય કે સૂર્ય ઉગ્યો જ નથી અથવા અસ્ત થઈ ગયો છે અને એમ જાણ થતાં જ ભોજન છોડી દે તો તેનું રાત્રિભોજનવિરમણવ્રત અખંડિત રહે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રત્યે શંકાશીલ થઈને આહાર કરનારનું રાત્રિભોજનવિરમણવ્રત ખંડિત થઈ જાય છે.
ઉદ્ગારપ્રકૃત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ ઓડકાર વગેરે આવે ત્યારે થૂંકીને મોઢું સાફ કરી લેવાથી રાત્રિભોજનનો દોષ લાગતો નથી.
આહારવિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે આહાર વગેરે ગ્રહણ કરતી વખતે સાધુ-સાધ્વીના પાત્રમાં દ્વીન્દ્રિયાદિક જીવો, બીજ, ૨જ વગેરે આવી પડે તો તેને યતનાપૂર્વક કાઢી આહારને શુદ્ધ કરીને ખાવો જોઈએ. જો રજ વગેરે આહારમાંથી ન નીકળી શકે તો તે આહાર લેનાર પોતે ન ખાય, અન્ય સાધુસાધ્વીઓને પણ ન ખવડાવે પરંતુ એકાંત નિર્દોષ સ્થાનમાં પરિષ્ઠાપિત કરી દે. આહારાદિ લેતી વખતે સચિત્ત પાણીનાં ટીપાં આહારમાં પડી જાય અને તે આહાર ગરમ હોય તો તે ખાવામાં કોઈ દોષ નથી, કેમ કે તેમાં પડેલ ટીપાં અચિત્ત બની જાય છે. જો તે આહાર ઠંડો હોય તો તે પોતે ન ખાવો જોઈએ, ન બીજાને ખવડાવવો જોઈએ પરંતુ એકાંત સ્થાનમાં યતનાપૂર્વક રાખી દેવો જોઈએ.
બ્રહ્મરક્ષાવિષયક સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે પેશાબ વગેરે કરતી વેળાએ સાધુ-સાધ્વીની કોઈ ઈન્દ્રિયનો પશુ-પક્ષી સ્પર્શ કરે અને તે તેને સુખદાયી માને તો તેને ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. નિગ્રંથીના એકાકીવાસ વગેરેનો નિષેધ કરતા સૂત્રકાર કહે છે કે નિગ્રંથીએ એકલા રહેવું અકલ્પ્ય છે.
એ જ રીતે સાધ્વીએ નગ્ન રહેવું, પાત્રરહિત રહેવું, વ્યુત્કૃષ્ટકાય બનીને (શરીરને શિથિલ રાખીને) રહેવું, ગ્રામ વગેરેની બહાર આતાપના લેવી, ઉત્કટુકાસને બેસી કાયોત્સર્ગ કરવો, વિરાસને બેસી કાયોત્સર્ગ કરવો, દંડાસને બેસી કાયોત્સર્ગ કરવો, લગંડશાયી બની કાયોત્સર્ગ કરવો, આકુંચનપટ્ટ (પર્યસ્તિકાપટ્ટ) રાખવો, સાવશ્રય सावश्रयं नाम यस्य पृष्ठतोऽवष्टम्भो भवति ।
૧. પીઠવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org