________________
વ્યવહાર
૨ ૧ ૧ દ્વિતીય ઉદ્દેશ
વ્યવહારના બીજા ઉદેશમાં ગ્રંથકારે બતાવ્યું છે કે એક સમાન સામાચારી (આચારના નિયમો) વાળા બે સાધર્મિકો સાથે હોય અને તેમાંથી કોઈ એકે દોષસ્થાનનું સેવન કર્યું હોય તો બીજાની સન્મુખ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું જોઈએ. પ્રાયશ્ચિત્ત કરનારની વૈયાવૃજ્ય વગેરેનો ભાર બીજા સાધુ પર જ રહે છે. એ સાથેના સાધર્મિકોમાંથી બંનેએ દોષ-સ્થાનનું સેવન કર્યું હોય તો ક્રમશ: એકની પછી બીજાની સામે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને પરસ્પર વૈયાવૃત્ય કરવી જોઈએ. અનેક સાધર્મિક સાધુઓમાંથી કોઈ એક સાધુએ અપરાધ કર્યો હોય તો ગીતાર્થ (શાસ્ત્રજ્ઞ) સાધુનું કર્તવ્ય છે કે તે તેને પ્રાયશ્ચિત્ત આપે. કદાચ બધા સાધુઓએ અપરાધ સ્થાનનું સેવન કર્યું હોય તો પહેલાં તેમાંથી એકને મૂકીને બાકીના પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે અને તેમનું પ્રાયશ્ચિત્ત પૂરું થતાં તે પણ પ્રાયશ્ચિત્ત કરી લે.
પરિહારકલ્પસ્થિત સાધુ કદાચ રુણ થઈ જાય તો તેને ગચ્છની બહાર કાઢવો અકથ્ય છે. જ્યાં સુધી તે સ્વસ્થ ન થઈ જાય, તેની વૈયાવૃત્ય કરાવવી ગણાવચ્છેદકનું કર્તવ્ય છે. સ્વસ્થ થયા પછી તેને થોડું પ્રાયશ્ચિત્ત આપી દેવું જોઈએ કેમ કે તેણે સદોષાવસ્થામાં પોતાની સેવા કરાવી છે. તે જ પ્રકારે અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત્ત કરનારને પણ રુણાવસ્થામાં ગચ્છની બહાર ન કાઢવા જોઈએ.
ક્ષિતચિત્ત (જેનું ચિત્ત અપમાનાદિના કારણે વિક્ષિપ્ત થઈ ગયું હોય) સાધુને ગચ્છની બહા કાઢવાનું ગણાવચ્છેદને અકથ્ય છે. જ્યાં સુધી તેનું ચિત્ત સ્થિર ન થઈ જાય, તેની યથોચિત સેવા કરવી જોઈએ. સ્વસ્થ થયા પછી તેને નામમાત્રનું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. તે જ રીતે દીપ્તચિત્ત (જનું ચિત્ત અભિમાનાદિના કારણે ઉદીપ્ત થઈ ગયું હોય), ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગપ્રાપ્ત, સાધિકરણ (ક્રોધાદિના આવેશથી યુક્ત), સપ્રાયશ્ચિત્ત (પ્રાયશ્ચિત્તથી અતિ વ્યાકુળ) વગેરેને ગચ્છની બહાર કાઢવાનું અકથ્ય છે.
અનવસ્થાપ્ય તપ (નવમ પ્રાયશ્ચિત્ત) કરનાર સાધુને ગૃહસ્થલિંગ ધારણ કરાવ્યા વિના સંયમમાં સ્થાપિત કરવાનું નિષિદ્ધ છે કેમ કે તેનો અપરાધ એટલો મોટો હોય છે કે તેમ કર્યા વગર તેનું પૂરું પ્રાયશ્ચિત્ત નથી થઈ શકતું અને બીજા સાધુઓના મનમાં તે પ્રકારના અપરાધ પ્રત્યે ભય ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે પારાચિક તપ (દશમ પ્રાયશ્ચિત્ત)વાળા સાધુને પણ ગૃહસ્થનો વેષ પહેરાવ્યા પછી જ પુનઃ સંયમમાં સ્થાપિત કરવો જોઈએ. પ્રાયશ્ચિત્તદાતાને તે પણ અધિકાર છે કે તે ગૃહસ્થનો વેષ ન પહેરાવતાં અન્ય પ્રકારનો વેષ પણ પહેરાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org