________________
અંગબાહ્ય આગમો
પ્રાયશ્ચિત્તનું સેવન કરનાર સાધુએ સ્થવિર વગેરેને પૂછીને જ અન્ય સાધુઓ સાથે ઉઠવું-બેસવું જોઈએ. તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી કોઈની સાથે ઉઠના૨-' બેસનારને જેટલા દિવસ સુધી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તેટલા જ દિવસનું છેદપ્રાયશ્ચિત્ત આવે છે અર્થાત્ તેટલા દિવસ તેની દીક્ષાની સમયગણનામાં ઓછા થઈ જાય છે. પરિહારકલ્પમાં રહેલ અર્થાત્ પારિહારિક પ્રાયશ્ચિત્તનું સેવન કરનાર સાધુ પોતાના આચાર્યની આજ્ઞાથી વચમાં જ પરિહારકલ્પનો ત્યાગ કરી સ્થવિર વગેરેની વૈયાવૃત્ય માટે અન્યત્ર જઈ શકે છે. સામર્થ્ય હોય તો પરિહારકલ્પનું સેવન કરતાં કરતાં જવું જોઈએ. સામર્થ્ય ન હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ.
૨૧૦
એકલવિહારી સાધુના વિષયમાં સૂત્રકાર કહે છે કે કોઈ સાધુ ગણનો ત્યાગ કરી એકલો જ વિચરે અને એકલો વિચરતો તે પોતાને શુદ્ધ આચારનું પાલન કરવામાં અસમર્થ માની ફરી તે જ ગણમાં સમ્મિલિત થવા ઈચ્છે તો તેને આલોચના વગેરે કરાવી પ્રથમ દીક્ષાનો છેદ કરી – ભંગ કરી બીજી દીક્ષા અંગીકાર કરાવવી જોઈએ. જે નિયમ સામાન્ય એકલવિહારી સાધુ માટે છે તે જ એકલવિહારી ગણાવચ્છેદક, આચાર્ય વગેરેને માટે પણ છે. શિથિલાચારીઓ માટે પણ આ જ પ્રકારનું વિધાન છે.
આલોચના કોની પાસે કરવી જોઈએ ? તેનો ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે આચાર્ય-ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં તેમની જ પાસે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત વગેરે કરીને વિશુદ્ધ થવું જોઈએ. આચાર્ય વગેરેની અનુપસ્થિતિમાં સંભોગી (સહભોજી), સાધર્મિક (સમાનધર્મી), બહુશ્રુત વગેરેને પાસે આલોચના લેવાનું કલ્પે છે. કદાચિત સંભોગી વગેરે પણ નજીક ન હોય તો જ્યાં અન્ય ગણના સંભોગી, બહુશ્રુત વગેરે હોય ત્યાં જઈ આલોચના કરી પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું જોઈએ. કદાચ આ જાતના સાધુઓ પણ જોવામાં ન આવે તો જ્યાં સારૂપિક (સારૂ વિય—સદોષી) બહુશ્રુત સાધુ હોય ત્યાં જઈ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. સારૂપિક બહુશ્રુત સાધુના અભાવમાં બહુશ્રુત શ્રમણોપાસક (શ્રાવક) અને તેના અભાવમાં સમભાવી સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. આ બધાના અભાવમાં ગામની બહાર જઈ પૂર્વ અથવા ઉત્તર દિશા સામે ઊભા રહી બંને હાથ જોડી પોતાના અપરાધની આલોચના કરતાં પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.
૧. જધન્ય ત્રણ વર્ષ, મધ્યમ પાંચ વર્ષ અને ઉત્કૃષ્ટ વીસ વર્ષનો દીક્ષિત સાધુ સ્થવિર કહેવાય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org