________________
બૃહત્કલ્પ
૨૦૩
ગુરુપ્રાયશ્ચિત્તનું સેવન કરવું પડે છે. એ જ રીતે રુગ્ણ નિગ્રંથ પોતાની માતા, ભગિની, પુત્રી વગેરેની સહાય લે તો તેને પણ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું સેવન કરવું પડે છે.
નિગ્રંથ-નિગ્રંથીઓએ કાલાતિક્રાંત તથા ક્ષેત્રાતિક્રાંત અશન વગેરે ગ્રહણ કરવું અકલ્પ્ય છે. પ્રથમ પૌરુષી (પ્રહર)માં લાવેલ આહાર ચતુર્થ પૌરુષી સુધી રાખવાનું અકલ્પ્ય છે. કદાચ અજાણતા આવાં પ્રકારનો આહાર રહી પણ જાય તો તે ન પોતે ખાવો જોઈએ, ન બીજા સાધુને આપવો જોઈએ. એકાંત નિર્દોષ સ્થાન જોઈને તેની યતનાપૂર્વક પરિષ્ઠાપના કરી દેવી જોઈએ તેને સાવધાનીપૂર્વક મૂકી દેવો જોઈએ. નહિ તો ચાતુર્માસિક લઘુ પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે. એ જ રીતે ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી પણ ચાતુર્માસિક લઘુ પ્રાયશ્ચિત્તનું સેવન કરવું પડે છે.
ભિક્ષાચર્યામાં અજાણતાં અનેષણીય સ્નિગ્ધ અશન વગેરે લેવાઈ ગયું હોય તો તે અનુપસ્થિતિ-શ્રમણ (અનારોપિતમહાવ્રત)ને આપી દેવું જોઈએ. જો તેવો શ્રમણ ન મળે તો તેની નિર્દોષ ભૂમિમાં પરિઠાપના કરી દેવી જોઈએ.
3
કલ્પસ્થિત અર્થાત્ આચેલક્યાદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત શ્રમણો માટે બનાવેલો આહાર વગેરે અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પ્ય છે, કલ્પસ્થિત શ્રમણો માટે નહિ. જે આહાર વગેરે અકલ્પસ્થિત શ્રમણો માટે બનાવવામાં આવ્યો હોય તે કલ્પસ્થિત શ્રમણો માટે અકલ્પ્ય ગણાય છે પરંતુ અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પ્ય ગણાય છે. કલ્પસ્થિતનો અર્થ છે પંચયામધર્મપ્રતિપન્ન પંચયામિક તથા અકલ્પસ્થિતનો અર્થ છે ચતુર્યામધર્મપ્રતિપત્ર – ચાતુર્યામિક.
કોઈ નિગ્રંથને જ્ઞાનાદિ કારણે અન્ય ગણમાં ઉપસંપદા લેવી હોય બીજા સમુદાય સાથે વિચરવું હોય તો આચાર્ય વગેરેની અનુમતિ લેવી અનિવાર્ય છે. એ જ રીતે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક વગેરેએ પણ પોતાના સમુદાયની આવશ્યક વ્યવસ્થા કરીને જ અન્ય ગણમાં સમ્મિલિત થવું જોઈએ.પ
-
૧. ઉ. ૪, સૂ. ૧૪-૫. ૪. ઉ. ૪, સૂ. ૧૯
Jain Education International
સંધ્યા સમયે અથવા રાતે કોઈ સાધુ અથવા સાધ્વી મરી જાય તો બીજા સાધુઓ અથવા સાધ્વીઓએ તેના મૃત શરીરને રાતભર યોગ્ય રીતે રાખવું જોઈએ. પ્રાતઃકાળે ગૃહસ્થને ત્યાંથી વાંસ વગેરે લાવી મૃતકને બાંધી જંગલમાં નિર્દોષ ભૂમિ
૨. ઉ. ૪, સૂ. ૧૬-૭
૫. ઉ. ૪, સૂ. ૨૦-૮.
-M
For Private & Personal Use Only
--
૩. ઉ. ૪, સૂ. ૧૮
www.jainelibrary.org