________________
૨૦૪
અંગબાહ્ય આગમો
-
જોઈ પ્રતિષ્ઠાપિત કરી દેવું જોઈએ · પાછા સોંપી દેવા જોઈએ.૧
ત્યજી દેવું જોઈએ તથા વાંસ વગેરે ગૃહસ્થને
ભિક્ષુએ ગૃહસ્થ સાથે અધિકરણ - ઝધડો કર્યો હોય તો તેને શાંત કર્યા વિના ભિક્ષુએ ભિક્ષાચર્યા વગેરે કરવી અકલ્પ્ય છે.
પરિહારકલ્પમાં સ્થિત સાધુને આચાર્ય-ઉપાધ્યાય ઈન્દ્રમહ વગેરે ઉત્સવના દિવસે વિપુલ ભક્ત-પાનાદિ અપાવી શકે છે. તે સિવાયના સમયમાં તેમ કરી શકતા નથી. જ્યાં સુધી તેમની વૈયાવૃત્ય – સેવાનો પ્રશ્ન છે, કોઈપણ પ્રકારની સેવા કરી-કરાવી શકાય છે.
-
નિગ્રંથ-નિગ્રંથીઓએ નીચેની પાંચ મહાનદીઓ એક મહિનામાં એકથી અધિકવાર પાર ન કરવી જોઈએ : ગંગા, યમુના, સરયૂ, કોશિકા અને મહી. ઐરાવતી વગેરે છીછરી નદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરી શકાય છે.
જેમાં મનુષ્ય સારી રીતે ઊભો ન રહી શકે એવા ઘાસના નિર્દોષ ઘરમાં સાધુસાધ્વીઓએ હેમંત-ગ્રીષ્મ ઋતુમાં રહેવાનો નિષેધ છે. જો આવા પ્રકારના ઘરમાં સારી રીતે ઊભું રહી શકાય તો તેમાં સાધુ-સાધ્વીઓ હેમંત-ગ્રીષ્મ ઋતુમાં રહી શકે છે. જો ઘાસ વગેરેનું બનાવેલું નિર્દોષ ઘર મનુષ્યના બે હાથથી ઓછું ઊંચું હોય તો તે સાધુ-સાધ્વીઓ માટે વર્ષાઋતુમાં રહેવાયોગ્ય નથી. જો આ પ્રકારનું ઘર મનુષ્યના બે હાથથી વધુ ઊંચું હોય તો તેમાં સાધુ-સાધ્વીઓ વર્ષાઋતુમાં રહી શકે છે.
પંચમ ઉદ્દેશ
પાંચમા ઉદ્દેશમાં બ્રહ્માપાય વગેરે દસ પ્રકારના વિષયો સંબંધી બેંતાલીસ સૂત્રો છે. બ્રહ્માપાય સંબંધી પ્રથમ ચાર સૂત્રોમાં આચાર્યે બતાવ્યું છે કે જો કોઈ દેવ સ્ત્રીનું રૂપ ધારણ કરી સાધુનો હાથ પકડે અને તે સાધુ તે હસ્તસ્પર્શને સુખજનક માને તો તેને અબ્રહ્મની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે મૈથુનપ્રતિસેવનના દોષનો ભાગી બને છે અને તેને ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્તનો ભાગી થવું પડે છે. એ જ રીતે સાધ્વી માટે પણ ઉપર્યુક્ત અવસ્થામાં (પુરુષના હાથનો સ્પર્શ થયો હોવાથી) ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
અધિકરણ વિષયક સૂત્રમાં એમ બતાવાયું છે કે જો કોઈ ભિક્ષુ ક્લેશ શાંત કર્યા વિના જ બીજા ગણમાં જઈ ભળે અને તે ગણના આચાર્યને આ વાતની
૧. ઉ. ૪, સૂ. ૨૯
૨. ઉ. ૪, સૂ. ૩૦
૪. ઉ. ૪, સૂ. ૩૨-૩ (ઐરાવતી નદી કુણાલા નગરીની પાસે છે.)
૫. ઉ. ૪, રૃ. ૩૪૭. .
Jain Education International
For Private & Personal Use Only
૩. ઉ. ૪, સૂ. ૩૧
www.jainelibrary.org