________________
૨00
અંગબાહ્ય આગમો શ્રમણ-શ્રમણીઓએ પાંચ પ્રકારના રજોહરણ રાખવાં કહ્યું છે : ઔર્ણિક, ઔષ્ટ્રિક, સાનક, વચ્ચકચિપ્પક અને મુંજચિપ્પક. ૧ તૃતીય ઉદ્દેશ :
તૃતીય ઉદ્દેશમાં એકત્રીસ સૂત્રો છે. ઉપાશ્રયપ્રવેશ સંબંધી પ્રથમ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથોએ નિર્ચથીઓના ઉપાશ્રયમાં બેસવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ ઈત્યાદિ કંઈપણ ન કરવું જોઈએ. બીજા સૂત્રમાં નિગ્રંથીઓને નિગ્રંથોના ઉપાશ્રયમાં બેસવા વગેરેની મનાઈ કરવામાં આવી છે.
ચર્મવિષયક ચાર સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથીઓએ રોમયુક્ત - સલોમ ચર્મનો બેસવા વગેરેમાં ઉપયોગ કરવો અકથ્ય છે. નિગ્રંથ ગૃહસ્થ દ્વારા પરિભોગ કરાયેલ – વપરાશમાં લીધેલ સલોમચર્ય એક રાત માટે પોતાના ઉપયોગમાં લઈ શકે છે. ત્યારપછી તે માલિકને પાછું આપી દેવું જોઈએ. નિગ્રંથનિગ્રંથીઓએ કૃત્ન અર્થાત્ વર્ણ-પ્રમાણાદિથી પ્રતિપૂર્ણ ચર્મનો ઉપયોગ અથવા સંગ્રહ કરવો અકથ્ય છે. તેઓ અકૃત્ન ચર્મનો ઉપયોગ અને સંગ્રહ કરી શકે
વસ્ત્રવિષયક સૂત્રોમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ કૃત્ન વસ્ત્રનો સંગ્રહ અને ઉપયોગ કરવો અકથ્ય છે. તેમણે અકૃત્ન વસ્ત્રનો સંગ્રહ અને ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે સાધુ -સાધ્વીઓએ અભિન્ન અર્થાતુ અછિન્ન (ફાડ્યું ન હોય તેવું) વસ્ત્ર કામમાં ન લેવું જોઈએ. નિગ્રંથીઓએ અવગ્રહાનંતક (ગુહ્યદેશપિધાનક – કચ્છ) તથા અવગ્રહપટ્ટક (ગુહ્યદેશાચ્છાદક - પટ્ટો)નો ઉપયોગ કરવો જોઈએ.
ત્રિકૃત્ન વિષયક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે પ્રથમ વાર દીક્ષા લેનાર સાધુએ રજોહરણ, ગોચ્છક, પ્રતિગ્રહ (પાત્ર) અને ત્રણ આખાં વસ્ત્રો (જેમાંથી આવશ્યક ઉપકરણ બની શકે) લઈને પ્રવ્રજિત થવું જોઈએ. પૂર્વપ્રવ્રજિત સાધુએ
C
૧. ઉ. ૨, સૂ. ૨૫, (‘ગૌfí' »ળાનામૂળfપવૃત્તયું, ‘મણિ' ૩ષ્ટ્રોનિવૃત્ત,
'सानकं' सनवृक्षवल्काद् जातम्, 'वच्चकः' तृणविशेषस्तस्य 'चिप्पकः' कुट्टितः त्वग्रूपः तेन
निष्पन्नं वच्चकचिप्पकम्, 'मुञ्जः' शरस्तम्बस्तस्य चिप्पकाद् जातं मुञ्जचिप्पकं नाम पञ्चममिति). ૨. રંગ વગેરે વડે જેનો આકાર આકર્ષક અને સુંદર બનાવવામાં આવ્યો હોય તે કૃત્ન વસ્ત્ર
છે. અભિન્ન વસ્ત્ર ફાડ્યા વગરના આખા વસ્ત્રને કહે છે, ભલે તે સાદું હોય કે રંગીન, શ્રમણશ્રમણીઓ માટે આ બંને પ્રકારનાં વસ્ત્રોનો નિષેધ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org