________________
૧૯૮
અંગબાહ્ય આગમો સાધ્વીઓએ રહેવું કહ્યું છે. જે ઉપાશ્રયમાં શાલિ વગેરે એકબાજુ ઢગલાંરૂપે પડ્યાં ન હોય પરંતુ કોઠાગાર વગેરેમાં સુરક્ષિત રૂપે રાખવામાં આવ્યા હોય ત્યાં સાધુસાધ્વીઓએ વર્ષાઋતુમાં રહેવું કપ્ય છે. જયાં સુરાવિકટ તથા સૌવીરવિકટં કુંભ વગેરે રાખ્યા હોય ત્યાં નિર્ચથ-નિગ્રંથીઓએ થોડાક સમય માટે પણ રહેવું અકથ્ય છે. જો કોઈ કારણે શોધવા છતાં પણ અન્ય ઉપાશ્રય ન મળે તો એક કે બે રાત્રિ માટે ત્યાં રહી શકાય છે, તેનાથી અધિક નહિ. અધિક રહેવાથી છેદ અથવા પરિહાર પ્રાયશ્ચિત્ત આવે છે. એ જ રીતે શીતલોદકવિકટકુંભ, ઉષ્ણોદકવિકટ કુંભ, જયોતિ, દીપક આદિ યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો પણ નિષેધ છે. જે ઉપાશ્રયમાં પિંડ, લોચક, ક્ષીર, દધિ, નવનીત, સર્પિષ, તૈલ, ફાણિત, પૂપ, શક્કુલિકા, શિખરિણી વગેરે વિખરાયેલાં પડ્યાં હોય ત્યાં સાધુ-સાધ્વીઓએ રહેવું અકથ્ય છે. જ્યાં પિંડ વગેરે એક બાજુ રાખેલા હોય ત્યાં હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં રહેવામાં કોઈ બાદ નથી અને જ્યાં તે કોષ્ઠાગાર વગેરેમાં સુવ્યવસ્થિત રૂપે રાખ્યા હોય ત્યાં વર્ષાઋતુમાં રહેવામાં પણ કોઈ બાધ નથી. નિગ્રંથીઓએ આગમનગૃહ (પથિક વગેરેના આગમન માટે બનેલા), વિકૃતગૃહ (અનાવૃતગૃહ), વંશીમૂલ, વૃક્ષમૂલ અથવા અબ્રાવકાશ (આકાશ)માં રહેવું અકથ્ય છે. નિગ્રંથ આગમનગૃહ વગેરેમાં રહી શકે છે.
પછીના સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક અથવા અનેક સાગરિકો – વસતિ-ઉપાશ્રયના માલિકોને ત્યાંથી સાધુ-સાધ્વીઓએ આહારાદિ ન લેવાં જોઈએ. જો અનેક સાગારિકોમાંથી કોઈ એકને ખાસ સાગારિક રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હોય તો તેને છોડી બાકીનાને ત્યાંથી આહાર વગેરે લઈ શકાય છે. ઘરની બહાર કાઢેલ કે અન્ય કોઈના આહાર સાથે ભેળવેલો અથવા ન ભેળવેલો સાગરિકના ઘરનો આહાર અર્થાત બહિર્નિષ્ઠામિત (બહિરનિસ્કૃત) સંસ્કૃષ્ટ અથવા
૧. યુવટ પિનિષત્ર સૌવીરવિવારં તુ પિષ્ટવરેંડવિચૈત્રમ્ | – મકીર્તિકૃત વૃત્તિ,
(પૃ. ૯૫૨. ૨. “છો વા, પટ્ટરિવાદિઃ “રહારો વા' માસનપુર્ણપવિશેષો મવતિ સૂવા !
– એજન. ૩. ઉપાડો રમ-યશન િ “પુત્ર' વિશMદરખપુરું પપેતતિ થાવ..... |
“યg' યા પુનાનક વાવાવ “નુતનું' કહીનુપત ર્ તો નામ નાનીદિ... – એજન, પૃ. ૯૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org