________________
૧૯૭
રાત્રિવસ્ત્રાદિગ્રહણપ્રકૃત સૂત્રમાં સાધુ-સાધ્વીઓ માટે રાતના સમયે અથવા વિકાલમાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આદિ ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
બૃહત્કલ્પ
હતાહૃતિકાપ્રકૃતસૂત્ર રાત્રિવસ્ત્રાદિગ્રહણપ્રકૃતસૂત્રના અપવાદરૂપે છે. તેમાં એમ બતાવવામાં આવ્યું છે કે સાધુ અથવા સાધ્વીનાં વસ્ત્રાદિક ચોર ઉપાડી જાય અને તે પાછાં મળી જાય તો તે રાત્રિસમયે પણ લઈ લેવાં જોઈએ. તે વસ્ત્રો જો ચોરોએ પહેર્યાં હોય, ધોયાં હોય, રંગ્યાં હોય, ઘૂંટ્યાં હોય, મુલાયમ કર્યાં હોય, ધૂપ વગેરેથી સુગંધિત કર્યાં હોય તો પણ તે લેવાયોગ્ય છે.
અધ્વગમનસૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓને રાત્રિગમન અથવા વિકાલ-વિહારનો નિષેધ કરવામાં આવ્યો છે. એ જ રીતે આગળના સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ રાત્રિ અથવા વિકાલ સમયે સંખડિમાં અર્થાત્ ઉજાણી વગેરેના અવસરે તે નિમિત્તે ક્યાંય ન જવું જોઈએ.
વિચારભૂમિ અને વિહારભૂમિ સંબંધી પ્રથમ સૂત્રમાં આચાર્યે બતાવ્યું છે કે નિગ્રંથોએ રાત્રિસમયે વિચારભૂમિ-ઉચ્ચારભૂમિ અથવા વિહારભૂમિ-સ્વાધ્યાયભૂમિમાં એકલાં જવું કલ્પતું નથી. જરૂર પડતાં તેમણે પોતાની સાથે અન્ય સાધુ અથવા સાધુઓને લઈને જ બહાર નીકળવું જોઈએ. એ જ રીતે નિગ્રંથીઓએ પણ રાત્રિસમયે એકલા બહાર ન જવું જોઈએ.
આર્યક્ષેત્રવિષયક સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓના વિહારયોગ્ય ક્ષેત્રની મર્યાદા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પૂર્વમાં અંગદેશ (ચંપા) અને મગધ દેશ (રાજગૃહ) સુધી, દક્ષિણમાં કૌશામ્બી સુધી, પશ્ચિમમાં સ્થૂણા સુધી અને ઉત્તરમાં કુણાલ સુધી આર્યક્ષેત્ર છે. આથી સાધુ-સાધ્વીઓએ આ જ ક્ષેત્રમાં વિચરવું જોઈએ. આનાથી બહાર જવાથી જ્ઞાન-દર્શન-ચરિત્રની હાનિ થાય છે. જ્ઞાન-દર્શન-ચરિત્રની વૃદ્ધિનો નિશ્ચય હોવાની અવસ્થામાં આર્યક્ષેત્રથી બહાર જવામાં કોઈ હાનિ નથી. અહીં સુધી પ્રથમ ઉદ્દેશ્યનો અધિકાર છે.
દ્વિતીય ઉદ્દેશ :
દ્વિતીય ઉદ્દેશમાં પચ્ચીસ સૂત્રો છે. સહુ પ્રથમ ઉપાશ્રયવિષયક બાર સૂત્રોમાં આચાર્યે બતાવ્યું છે કે જે ઉપાશ્રયમાં શાલિ, વ્રીહિ, મુદ્ગ, માષ, તિલ, કુલત્થ, ગોધૂમ, યવ, યવયવ વગેરે વિખરાયેલાં પડ્યાં હોય ત્યાં નિગ્રંથ-નિગ્રંથીઓએ થોડાક સમય માટે પણ રહેવું ન જોઈએ. જે ઉપાશ્રયમાં શાલિ વગેરે વિખરાયેલાં ન હોય પરંતુ એકબાજુ ઢગલાંરૂપે પડ્યાં હોય ત્યાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં સાધુ
અં.આ. -૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org