________________
૧૯૬
અંગબાહ્ય આગમો અધિકરણ (અથવા પ્રાભૃત અથવા વ્યવશમન) સંબંધી સૂત્રમાં સૂત્રકારે તે વાત તરફ ધ્યાન દોર્યું છે કે ભિક્ષુ આચાર્ય, ઉપાધ્યાય, ભિક્ષુણી વગેરેનો એકબીજા સાથે ઝઘડો થયો હોય તો અન્યોન્ય ઉપશમ ધારણ કરી કલહ – અધિકરણ – પ્રાભૃત શાંત કરી લેવું જોઈએ. જે શાંત હોય છે તે આરાધક છે અને જે શાંત નથી હોતો તે વિરાધક છે. શ્રમણધર્મનો સાર ઉપશમ અર્થાત્ શાંતિ છે : ૩વસમારં સીમા |
ચારસંબંધી પ્રથમ સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓ માટે ચાતુર્માસ – વર્ષાઋતુમાં એક ગામથી બીજે ગામ જવાનો નિષેધ કરવામાં આવ્યો છે તથા દ્વિતીય સૂત્રમાં હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરવાનું – વિચારવાનું વિધાન કરવામાં આવ્યું
- વૈરાજયવિષયક સૂત્રમાં નિર્ગથ-નિગ્રંથીઓએ વિરુદ્ધ રાજ્ય – પ્રતિકૂળ ક્ષેત્રમાં તત્કાળ – તરત આવવા-જવાની મનાઈ કરવામાં આવી છે. જે નિગ્રંથ-નિગ્રંથી વિરુદ્ધ રાજ્યમાં તરત આવે-જાય છે અથવા આવનાર-જનારનું અનુમોદન કરે છે તેણે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે.
અવગ્રહસંબંધી પ્રથમ બે સૂત્રોમાં એમ બતાવવામાં આવ્યું છે કે ગૃહપતિને ત્યાં ભિક્ષાચર્યા માટે ગયેલ અથવા સ્થડિલભૂમિ – શૌચ વગેરે માટે જતા નિગ્રંથને કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ વગેરે માટે ઉપનિમંત્રિત કરે તો તેણે વસ્ત્રાદિ ઉપકરણ લઈ પોતાના આચાર્ય પાસે ઉપસ્થિત થવું જોઈએ અને આચાર્યની સ્વીકૃતિ પ્રાપ્ત થાય ત્યારે જ તેને પોતાની પાસે રાખવું જોઈએ. તૃતીય અને ચતુર્થ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગૃહપતિને ત્યાં ભિક્ષાચર્યા માટે ગયેલી અથવા સ્પંડિલ ભૂમિ વગેરે માટે નીકળેલી નિગ્રંથીને કોઈ વસ્ત્રાદિ માટે ઉપનિમંત્રિત કરે તો તેણે વસ્ત્રાદિ ગ્રહણ કરી પ્રવતિની પાસે ઉપસ્થિત થવું જોઈએ અને તેમની સ્વીકૃતિ મેળવીને જ તે ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ.
રાત્રિભક્તવિષયક પ્રથમ સૂત્રમાં સાધુ-સાધ્વીઓ માટે રાત્રિના સમયે અથવા વિકાલ – અસમયે આહાર વગેરે ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. દ્વિતીય સૂત્રમાં આપવાદિક કારણોથી પૂર્વપ્રતિલિખિત (નિરીક્ષિત) વસતિ, શવ્યા, સંસ્મારક વગેરેના ગ્રહણની છૂટ આપવામાં આવી છે.
૧.
ધરમાં ત્રઃ મૃ ત્યેોડ | – ક્ષેમકીર્તિકૃત વૃત્તિ, પૃ. ૭૫૧.
વિનયપિટકમાં અધિકરણનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. તે માટે જિજ્ઞાસુઓએ તેનું ચાર અધિકરણવાળું પ્રકરણ જોવું જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org