________________
૧૯૪
અંગબાહ્ય આગમો ૧૨. નિવેશ – સન્નિવેશ (જયાં સાર્થવાહો આવીને ઉતરતા હોય). ૧૩. સમ્બાધ-સંબાહ(જ્યાં ખેડૂતો રહેતા હોય અથવા બીજા ગામના લોકો પોતાના
ગામથી ધન વગેરેની રક્ષા માટે પર્વત, ગુફા વગેરેમાં આવીને ઉતર્યા હોય). ૧૪. ઘોષ (જ્યાં ગાય વગેરે ચરાવનારા ગૂજર લોકો – ગોવાળો રહેતા હોય). ૧૫. અંશિકા (ગામનો અર્થ, ત્રીજો કે ચોથો ભાગ). ૧૬. પુટભેદન (જયાં બહારગામના વેપારીઓ પોતાની વસ્તુઓ વેચવા આવતા
હોય). માસકલ્પવિષયક બીજા સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ગ્રામ, નગર વગેરે જો પ્રાચીરની અંદર અને બહાર એમ બે વિભાગોમાં વસેલ હોય તો ઋતુબદ્ધકાલમાં અંદર અને બહાર મળી એક ક્ષેત્રમાં નિગ્રંથ એકસાથે બે મહિના સુધી (એક માસ અંદર અને એક માસ બહાર) રહી શકે છે. અંદર રહેતી વખતે ભિક્ષાચર્યા વગેરે અંદર અને બહાર રહેતી વખતે ભિક્ષાચર્યા વગેરે બહાર જ કરવી જોઈએ.
નિર્ચથીઓ માટે આ મર્યાદા બમણી કરવામાં આવી છે. બહારની વસતિ રહિત ગામ વગેરેમાં નિગ્રંથીઓ ઋતુબદ્ધકાળમાં લગાતાર બે મહિના સુધી રહી શકે છે. બહારની વસતિવાળા ગ્રામ આદિમાં બે મહિના અંદર અને બે મહિના બહાર એમ કુલ ચાર મહિના સુધી એક ક્ષેત્રમાં રહી શકે છે. ભિક્ષાચર્યા વગેરેના નિયમો નિગ્રંથોની જેવા જ સમજવા જોઈએ.
વગડા વિષયક પ્રથમ સૂત્રમાં એક પરિક્ષેપ (પ્રાચીર) અને એક દ્વારવાળા ગ્રામ વગેરેમાં નિગ્રંથ-નિગ્રંથીઓને એકસાથે (એક જ સમયે) રહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. બીજા સૂત્રમાં આ જ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. અનેક પરિક્ષેપ – અનેક દ્વારવાળા ગ્રામ વગેરેમાં સાધુ-સાધ્વીઓએ એક જ સમયે રહેવાનું કલ્પ છે.
આપણગૃહાદિસંબંધી સૂત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે ઉપાશ્રયની ચારે બાજુ દુકાનો હોય, જે ગલીના નાકે હોય, જ્યાં ત્રણ, ચાર અથવા છ રસ્તા મળતા હોય, જેની એક બાજુ અથવા બંને બાજુ દુકાનો હોય ત્યાં સાધ્વીઓએ ન રહેવું જોઈએ. સાધુ આવા પ્રકારના સ્થાનમાં યતનાપૂર્વક રહી શકે છે. ૨
૧.આ શબ્દોની વ્યાખ્યા માટે જુઓ – બૃહત્કલ્પ-લઘુભાષ્ય, ગાથા ૧૦૮૦-૧૦૯૩. २.नो कप्पइ निग्गंथिणं आवणगिहंसि वा रच्छामुहंसि वा सिंघाडगंसि वा चउक्कंसि वा चच्चरंसि वा
अंतरावणंसि वा वत्थए । कप्पई निग्गंथाणं आवणगिहंसि वा जाव अंतरावणंसि वा वत्थए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org