________________
દ્વિતીય પ્રકરણ
બૃહત્કલ્પ બૃહત્કલ્પસૂત્ર'નું છેદસૂત્રોમાં અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તેમાં કોઈ સંદેહ નથી. બીજાં છેદસૂત્રોની માફક આમાં પણ સાધુઓના આચાર-વિષયક વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ, તપ-પ્રાયશ્ચિત્ત વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. આમાં છ ઉદેશ છે જે બધા ગદ્યમાં છે. આ ગ્રંથ ૪૭૫ શ્લોકપ્રમાણ છે. પ્રથમ ઉદેશ :
પ્રથમ ઉદેશમાં પચાસ સૂત્રો છે. પ્રથમ પાંચ સૂત્રો તાલપ્રલંબ વિષયક છે. પ્રથમ તાલપ્રલંબ વિષયક સૂત્રમાં નિગ્રંથ-નિગ્રંથીઓ માટે તાલ અને પ્રલંબ ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથનિગ્રંથીઓ માટે અભિન્ન અર્થાત્ અવિદારિત, આમ અર્થાત્ અપક્વ, તાલ અર્થાત્ તાડફળ તથા પ્રલંબ અર્થાત્ મૂળનું પ્રતિગ્રહણ અર્થાત્ આદાન, અકથ્ય અર્થાત નિષિદ્ધ છે (નો પૂરૂ નિથાળ વા નિ થી વાં મામે તીનપત્ત બન્ને ડિદિત). શ્રમણ-શ્રમણીઓએ અખંડ અને અપક્વ તાડફળ તથા તાડમૂળ ગ્રહણ કરવા ન જોઈએ. બીજા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓ માટે
૧. (અ) સં. જિનેન્દ્રમણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર,
૧૯૭૭; રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના,
૧૯૮૦. (આ) ગુજરાતી અનુવાદ સહિત – ડૉ. જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ.
૧૯૧૫. (ઈ) હિન્દી અનુવાદ (અમોલક ઋષિ કૃત) સહિત, સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી,
હૈદરાબાદ, વી.સં. ૨૪૪૫. (ઈ) અજ્ઞાત ટીકા સહિત – સમ્યફ જ્ઞાન પ્રચારક મંડલ, જોધપુર. () નિર્યુક્તિ લઘુભાષ્ય તથા મલયગિરિ-ક્ષેમકીર્તિકૃત ટીકા સહિત – જૈન આત્માનંદ સભા,
ભાવનગર, ઈ.સ. ૧૯૩૩-૪૨. (9) ચૂર્ણિ, ભાષ્યાવચૂરિ સહિત (ઘાસીલાલજી કૃત) અખિલ ભારતીય સ્થાનકવાસી જે. જૈન.
શાસ્ત્રોદ્ધારક સમિતિ, અમદાવાદ, ૧૯૬૯. ૨. હિંદી તેમ જ ગુજરાતી અનુવાદોમાં આ સૂત્રનો અર્થ બરાબર જણાતો નથી. આમાં તાલનો
અર્થ કેળા અને પ્રલંબનો અર્થ લાંબી આકૃતિવાળું કરવામાં આવેલ છે. ટીકાકાર આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org