________________
૧૯૦
અંગબાહ્ય આગમો ઉપાંગમાં મળે છે. ઔપપાતિકના આખ્યાન અને પ્રસ્તુત સૂત્રના કથાનકમાં એટલું જ અંતર છે કે ઔપપાતિકમાં નગરીનું નામ ચંપા છે અને રાજાનું નામ કોણિક, જયારે પ્રસ્તુત ઉદ્દેશમાં નગરીનું નામ રાજગૃહ અને રાજાનું નામ શ્રેણિક છે. ભગવાન મહાવીરના દર્શન માટે આવેલ રાજા શ્રેણિક તથા રાણી ચેલણાની ઐશ્વર્યપૂર્ણ સુખસમૃદ્ધિ જોઈને મહાવીરના દરેક નિગ્રંથ-નિગ્રંથી–સાધુ-સાધ્વીના મનમાં એક સંકલ્પ પેદા થયો. સાધુઓ વિચારવા લાગ્યા કે આપણે દેવલોકના દેવોને જોયા નથી. આપણા માટે તો શ્રેણિક જ સાક્ષાત્ દેવ છે. જો આ તપ, નિયમ, બ્રહ્મચર્ય વગેરેનું કોઈ ફળ હોય તો આપણે પણ ભવિષ્યમાં આવા જ પ્રકારના ઉદાર કામ-ભોગોનો ભોગ કરતાં-કરતાં વિચરીએ. મહારાણી ચેલણાને જોઈને સાધ્વીઓ વિચારવા લાગી કે આ ચલણા દેવી અત્યંત ઐશ્વર્યશાલિની છે કે જે વિવિધ પ્રકારના અલંકારો વડે આભૂષિત થઈ રાજા શ્રેણિકની સાથે ઉત્તમોત્તમ ભોગોનો ભોગ કરતી વિચરે છે. આપણે દેવલોકની દેવીઓ જોઈ નથી. આપણા માટે તો આ જ સાક્ષાત દેવી છે. જો અમારા આ ચારિત્ર, તપ, નિયમ, બ્રહ્મચર્ય વગેરેનું કોઈ ફળ હોય તો અમે પણ આગામી જન્મમાં આ જ પ્રકારના ઉત્તમ ભોગો ભોગવતી વિચરીએ. ભગવાન મહાવીરે તે સાધુ-સાધ્વીઓના ચિત્તની ભાવના જાણી લીધી. ભગવાન તેમને બોલાવી કહેવા લાગ્યા – શ્રેણિક રાજા અને ચેલણાદેવીને જોઈને તમને બધાને ચિત્તમાં આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો છે વગેરે. શું આ વાત બરાબર છે? ઉપસ્થિત સાધુ-સાધ્વીઓએ સવિનય ઉત્તર આપ્યો – હા ભગવંત ! આ વાત સાચી છે. ત્યારપછી ભગવાન મહાવીર કહેવા લાગ્યા – હે દીર્ઘજીવી શ્રમણો ! મેં પ્રતિપાદિત કરેલ આ નિગ્રંથ-પ્રવચન સત્ય છે, સર્વોત્તમ છે, પ્રતિપૂર્ણ છે. અદ્વિતીય છે, સંશુદ્ધ છે, મોક્ષપ્રદ છે, માયા વગેરે શલ્યોનો વિનાશ કરનાર છે, સિદ્ધિમાર્ગ છે, મુક્તિમાર્ગ છે, નિર્માણમાર્ગ છે, નિર્વાણમાર્ગ છે, યથાર્થ છે, સંદેહરહિત છે, અવ્યવચ્છિન્ન છે, બધા પ્રકારના દુ:ખોને ક્ષીણ કરનાર છે. આ માર્ગમાં રહેલા જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, બધા દુ:ખોનો નાશ કરે છે. આ પ્રકારના ધર્મમાર્ગમાં પ્રવૃત્ત સાધુઓ પણ કામવિકારોના ઉદયને કારણે ઐશ્વર્યશાળી વ્યક્તિઓને જોઈને પોતાના માર્ગથી વિચલિત થઈ જાય છે અને પોતાના ચિત્તમાં સંકલ્પ– નિદાન કરે છે કે જો આ તપ, નિયમ, બ્રહ્મચર્ય આદિનું કોઈ ફળ છે વગેરે. હે ચિરંજીવી શ્રમણો ! આ પ્રકારનું નિદાન-કર્મ કરનાર નિગ્રંથ તે કર્મનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના મૃત્યુ પામી અંત સમયે કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. મહર્તિક અને ચિર સ્થિતિવાળા દેવલોકમાં તે મહદ્ધિક અને ચિર સ્થિતિવાળો દેવ બની જાય છે. ત્યાંથી આયુષ્યનો ક્ષય થતાં દેવશરીરનો ત્યાગ કરીને મનુષ્યલોકમાં ઐશ્વર્યયુક્ત કુળ (ઉગ્નકુળ, મહામાતૃકકુળ, ભોગકુળ)માં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org