________________
દશાશ્રુતસ્કંધ
૧૯૧
તે રૂપસંપન્ન અને સુકોમળ હાથ-પગવાળો બાળક થાય છે. ત્યારબાદ તે બાલભાવ છોડીને વિજ્ઞાન-પ્રતિપન્ન યુવક બને છે અને સ્વાભાવિકપણે જ મૈતૃક સંપત્તિનો અધિકા૨ી બની જાય છે. પછી તે ઘરમાં પ્રવેશતી વેળાએ કે ઘરની બહાર નીકળતી વેળાએ અનેક દાસ-દાસીઓથી ઘેરાયેલો રહે છે. શું આ પ્રકારના પુરુષોને શ્રમણ કે બ્રાહ્મણ (માહણ) કેવલિ-પ્રતિપાદિત ધર્મ સંભળાવી શકે છે? હા, સંભળાવી શકે છે. પરંતુ, એ સંભવિત નથી કે તે તે ધર્મને સાંભળે, કારણ કે તે એવા ધર્મને સાંભળવાને યોગ્ય હોતો નથી. તે કેવો હોય છે ? ઉત્કટ ઈચ્છાઓવાળો, મોટા મોટા કાર્યોનો પ્રારંભ કરનારો, અધાર્મિક અને દુર્લભ-બોધિ હોય છે. હે ચિરંજીવી શ્રમણો ! આ રીતે નિદાનકર્મનું પાપરૂપી ફળ હોય છે જેના કારણે આત્મામાં કેવલિ-પ્રતિપાદિત ધર્મને સાંભળવાની શક્તિ રહેતી નથી. નિગ્રંથીના નિદાન-કર્મ વિષયમાં પણ આ જ વાત સમજવી જોઈએ. તે દેવીરૂપ અને બાલિકારૂપમાં ઉત્પન્ન થઈ સાંસારિક ઐશ્વર્યોનો ભોગ કરે છે. એ રીતે સૂત્રકારે પ્રસ્તુત ઉદ્દેશમાં નવ પ્રકારના નિદાન-કર્મોનું વર્ણન કર્યું છે અને અંતમાં બતાવ્યું છે કે આ નિગ્રંથ-પ્રવચન બધા પ્રકારના દુ:ખોનો અંત કરનાર છે. પ્રવચનમાં શ્રદ્ધા રાખનાર સંયમની સાધના કરતો કરતો બધા રાગોમાંથી વિરક્ત થાય છે, બધા પ્રકારની આસક્તિને છોડીને ચારિત્રમાં દૃઢ બને છે. પરિણામે તે બધા પ્રકારના દુ:ખોનો અંત કરી શાશ્વત સિદ્ધિ-સુખ પ્રાપ્ત કરે છે.
Jain Education International
* * *
For Private & Personal Use Only
www.jainelibrary.org