Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
બૃહકલ્પ
૧૯૩ વિદારિત અપક્વ તાલ-પ્રલંબ લેવાનું કપ્ય અર્થાત વિહિત છે. ત્રીજા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથો માટે પક્વ તાલ-પ્રલંબ, ભલે વિદારિત હોય કે અવિદારિત, ગ્રહણ કરવાનું કહ્યું છે. ચતુર્થ સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથ માટે અભિન્ન – અવિદારિત પક્વ તાલ-પ્રલંબ લેવાનું અકથ્ય છે. પંચમ સૂત્રમાં એમ બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથો માટે વિદારિત પક્વ તાલપ્રલંબ ગ્રહણ કરવાનું કલ્યું છે પરંતુ જે વિધિપૂર્વક વિદારિત કરવામાં આવેલ હોય તે જ, નહિ કે અવિધિપૂર્વક વિદારિત કરેલ.
માસકવિષયક પ્રથમ સૂત્રમાં સાધુઓના ઋતુબદ્ધ કાળ અર્થાત્ હેમંત અને ગ્રીષ્મ ઋતુના આઠ મહિનામાં એક સ્થાને રહેવાના અધિકતમ સમયનું વિધાન કરવામાં આવેલ છે. સાધુઓએ સપરિક્ષેપ અર્થાત્ સપ્રાચીર તથા અબાહિરિક અર્થાત પ્રાચીરની બહારની વસ્તી રહિત (પ્રચીરબહિર્વતિની ગૃહપદ્ધતિ રહિત) નીચેનાં સોળ પ્રકારનાં સ્થાનોમાં વર્ષાઋતુ છોડીને બાકીના સમયમાં એકસાથે એક મહિનાથી અધિક રહેવું અકથ્ય છે :
૧. ગ્રામ (જયાં રાજય તરફથી અઢાર પ્રકારના કર લેવામાં આવતા હોય). ૨. નગર (જ્યાં અઢાર પ્રકારના કરોમાંથી એકપણ પ્રકારનો કર લેવામાં
ન આવતો હોય). ૩. ખેટ (જેની ચારે બાજુ માટીની દીવાલ હોય). ૪. કર્બટ (જયાં ઓછા લોકો રહેતા હોય). ૫. મડંબ (જની પછી અઢી કોશ સુધી કોઈ ગામ ન હોય). ૬. પત્તન (જ્યાં બધી વસ્તુઓ મળતી હોય). ૭. આકર (જયાં ધાતુની ખાણો હોય). ૮. દ્રોણમુખ (જયાં જળ અને સ્થળને જોડનાર માર્ગ હોય, જયાં સમુદ્રમાર્ગે
આવતો માલ ઉતરતો હોય). ૯. નિગમ (જ્યાં વ્યાપારીઓની વસ્તી હોય). ૧૦. રાજધાની (જયાં રાજાના રહેવાના મહેલો વગેરે હોય). ૧૧. આશ્રમ (જ્યાં તપસ્વીઓ વગેરે રહેતા હોય).
ક્ષેમકીર્તિએ મૂળ શબ્દોનો અર્થ આવી રીતે કર્યો છે – નો તે – , નિસ્થાનાં
- साधूनां, निर्ग्रन्थीनां - साध्वीनां, आमं - अपक्वं तलः - वृक्षविशेषस्तत्र भवं तालं ૫ – તાતwત્ત, પ્રર્ષ નતે તિ પ્રતā – મૂર્વ, તાd a pવં ૨ તાતપ્રર્વ સાહીદ્ધદઃ,
अभिन्नं - द्रव्यतो अविदारितं भावतोऽव्यपगतजीवं, प्रतिग्रहीतुं - आदातुमित्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org