________________
બૃહત્કલ્પ
૧૯૯
અસંસૃષ્ટ સાગારિકર્પિડ સાધુ-સાધ્વીઓ માટે અકલ્પ્ય છે. હા, ઘરની બહાર કાઢેલ તથા બીજા કોઈના પિંડની સાથે મેળવેલ સાગારિકપિંડ તેમના માટે કલ્પ્ય છે. જે નિગ્રંથ-નિગ્રંથીઓ ઘરની બહાર કાઢેલા સાગારિકના અસંસૃષ્ટ પિંડને સંસૃષ્ટ પિંડ કરે છે અથવા તેને માટે સંમતિ પ્રદાન કરે છે તેઓ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તના ભાગી બને છે.
કોઈને ત્યાંથી સાગારિક માટે આહાર વગેરે આવેલ હોય અને સાગારિકે તેનો સ્વીકાર કર્યો હોય તો તે સાધુ-સાધ્વીઓ માટે અકલ્પ્ય છે. જો સાગારિક તેનો અસ્વીકાર કરે તો તે પિંડ સાધુ-સાધ્વીઓ માટે કલ્પ્ય છે. સાગારિકની નિહૃતિકા (બીજાને ત્યાં મોકલેલ સામગ્રી) બીજાએ સ્વીકારી ન હોય તો તે નિગ્રંથ-નિગ્રંથીઓ માટે અકલ્પ્ય છે પરંતુ જો તેણે તે સ્વીકારી લીધી હોય તો તે કલ્પ્ય છે.
સાગારિકનો અંશ અર્થાત્ હિસ્સો અલગ ન કર્યો હોય તો બીજાનો આંશિક પિંડ પણ શ્રમણ-શ્રમણીઓ માટે અકલ્પ્ય છે. સાગારિકનો અંશ અલગ કર્યા પછી જ બીજાનો અંશ ગ્રહણીય બને છે.
સાગારિકના કલાચાર્ય વગેરે પૂજ્ય પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ પ્રતિહારિક અર્થાત્ પાછું વાળવા યોગ્ય અશનાદિ સાગારિક પોતે અથવા તેના પરિવારની કોઈ વ્યક્તિ સાધુ-સાધ્વીને દે તો તે અગ્રહણીય છે. એ જ રીતે આ પ્રકારનું અશનાદિક સાગારિકના પૂજ્ય પોતે દે તો પણ તે અકલ્પ્ય છે. પ્રતિહારિક અર્થાત્ પાછું ન વાળવા યોગ્ય અશનાદિ સાગારિક અથવા તેના પરિજનો દે તો અકલ્પ્ય છે પરંતુ જો સાગારિકના પૂજ્ય સ્વયં આપે તો કલ્પ્ય છે.
નિગ્રંથ-નિગ્રંથીઓએ પાંચ પ્રકારના વસ્ત્ર ધારણ કરવા કલ્પ્ય છે : જાંગિક, ભાંગિક, સાનક, પોતક અને તિરીટપટ્ટક,પ
૧.
૨.
3.
૪.
૫.
ઉ. ૨, સૂ. ૧૩-૧૬.
૩. ૨, સૂ. ૧૭-૧૮ .
૩. ૨, સૂ.
૧૯.
૩. ૨, સૂ. ૨૦-૨૩.
ઉ. ૨, સૂ. ૨૪ (નક઼મા; ત્રસા: તવયવનિષ્પન્ન નાકૃમિમ્, સૂત્રે પ્રાતત્ત્વાર્ મારોપ:, भङ्गा अतसी तन्मयं भाङ्गिकम्, सनसूत्रमयं सानकम्, पोतकं कार्पासिकम्, तिरीट: वृक्षविशेषस्तस्य य पट्टो वल्कलक्षणस्तन्निष्पन्नं तिरीटपट्टकं नाम पञ्चमम्) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org