________________
દશાશ્રુતસ્કંધ
૧૮૯ ફસાય છે. (૨૪) જે વાસ્તવમાં તપસ્વી ન હોવા છતાં લોકોની સામે પોતાની જાતને તપસ્વી રૂપે પ્રગટ કરે છે તે મહામોહનીયના પાશમાં બંધાય છે. (૨૫) જે આચાર્ય વગેરે રોગગ્રસ્ત બને ત્યારે શક્તિ હોવા છતાં તેમની સેવા નથી કરતો તે મહામોહનીયના બંધનમાં બંધાય છે. (૨૬) જે હિંસાયુક્ત કથાનો વારંવાર પ્રયોગ કરે છે તે મહામોહનીયકર્મ ઉપાર્જિત કરે છે. (૨૭) જે પોતાની પ્રશંસા માટે અથવા બીજાઓ સાથે મિત્રતા કરવા માટે અધાર્મિક યોગો (વશીકરણ વગેરે)નો વારંવાર પ્રયોગ કરે છે તે મહામોહનીય-કર્મનો ભાગીદાર થાય છે. (૨૮) જે વ્યક્તિ મનુષ્ય અથવા દેવવિષયક કામ-ભોગોની હંમેશા અભિલાષા રાખે છે – ક્યારેય તૃપ્ત નથી થતો તે મહામોહનીયકર્મનું ઉપાર્જન કરે છે. (૨૯) જે દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, બલ, વીર્ય વગેરેની નિંદા કરે છે – અવર્ણવાદ કરે છે તેને મહામોહનીય-કર્મનું બંધન થાય છે. (૩૦) જે અજ્ઞાની પોતાની પૂજા-પ્રતિષ્ઠાની ભાવનાથી દેવ, યક્ષ વગેરેને પ્રત્યક્ષ ન જોતો હોય છતાં કહે છે કે હું તેઓને જોઉં છું તે મહામોહનીયનું બંધન કરે છે. અશુભ કર્મફળ આપનારા અને ચિત્તની મલીનતા વધારનારા ઉપર્યુક્ત મોહનીય સ્થાનો આત્મોન્નતિમાં બાધક છે. જે ભિક્ષુ – મુનિ આત્મ-ગવેષણામાં સંલગ્ન છે તેણે તેમને છોડી સંયમક્રિયામાં પ્રવૃત્ત થવું જોઈએ. આયતિ-સ્થાનો :
દસમા ઉદ્દેશનું નામ “આયતિ-સ્થાન છે. તેમાં જુદા જુદા નિદાન-કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે. નિદાન (નિયાણ ણિદાણ)નો અર્થ છે મોહના પ્રભાવથી કામાદિ ઈચ્છાઓની ઉત્પત્તિનું કારણ બનનાર ઈચ્છાપૂર્તિમૂલક સંકલ્પ. જ્યારે મનુષ્યના ચિત્તમાં મોહના પ્રબળ પ્રભાવને કારણે કામાદિ ઈચ્છાઓ જાગી ઊઠે છે ત્યારે તે તેમની પૂર્તિની આશાથી તે વિષયમાં દઢ સંકલ્પ કરે છે. આ જ સંકલ્પનું નામ નિદાન છે. નિદાનના કારણે મનુષ્યની ઈચ્છાવિશેષ ભવિષ્યકાળમાં પણ બરાબર ચાલુ રહે છે. પરિણામે તે જન્મ-મરણના બંધનમાં ફસાયેલો રહે છે. ભવિષ્યકાલીન જન્મ-મરણની દૃષ્ટિથી જ પ્રસ્તુત ઉદ્દેશનું નામ “આયતિ-સ્થાન' રાખવામાં આવ્યું છે. “આયતિ’નો અર્થ છે જન્મ અથવા જાતિ. નિદાનને જન્મનો હેતુ હોવાને કારણે આયતિ-સ્થાન માનવામાં આવેલ છે અથવા “આયતિ' પદમાંથી “તિ' જુદુ કરવાથી બાકી રહેલ “આય'નો અર્થ “લાભ' પણ થાય છે. જે નિદાનકર્મ વડે જન્મ-મરણનો લાભ થાય છે તેનું જ નામ “આયતિ'
પ્રસ્તુત ઉદેશના પ્રારંભમાં ઉપોદ્દાત (ભૂમિકા) રૂપે સંક્ષેપમાં રાજગૃહ નગરના ગુણશીલ નામે ચૈત્યમાં ભગવાન મહાવીરે પદાર્પણ કરવાનું તથા તેમના દર્શન માટે જનતા એકત્ર થવાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સંબંધી વિસ્તૃત વર્ણન ઔપપાતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org