________________
૧૮૮
અંગબાહ્ય આગમો છે, સૂત્રાર્થને છુપાવે છે તે મહોમોહનીયનું બંધન કરે છે. (૮) જે કોઈને ખોટા આક્ષેપથી અથવા પોતે કરેલા પાપથી કલંક્તિ કરે છે તે મહામોહનીયના પાશમાં બંધાય છે. (૯) જે પુરુષ જાણી-બૂઝીને સભામાં સત્ય અને અસત્યનું મિશ્રણ કરીને કથન કરે છે અને કલહનો ત્યાગ કરતો નથી તે મહામોહનીયના બંધનમાં બંધાય છે. (૧૦) જે મંત્રી રાજાની સ્ત્રીઓ અથવા લક્ષ્મીને ધ્વસ્ત કરી અન્ય રાજાઓનું મન તેના પ્રત્યે પ્રતિકૂળ કરી દે છે તથા તેને રાજ્ય બહાર કાઢી પોતે રાજા બની બેસે છે તે મહામોહનીય કર્મનું બંધન કરે છે. (૧૧) જે સાચેસાચ બાલબ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાને બાલબ્રહ્મચારી કહેવડાવે છે અને સ્ત્રીવિષયક ભોગોમાં લિપ્ત રહે છે તે મહામોહનીયકર્મ બાંધે છે. (૧૨) જે બ્રહ્મચારી ન હોવા છતાં પણ લોકોને કહે છે કે હું બ્રહ્મચારી છું તે મહોમોહનીય-કર્મથી બંધાય છે. (૧૩) જેના આશ્રયમાં, જેના યશથી કે જેની સેવાથી આજીવિકા ચાલતી હોય તેના જધન પરલોભદષ્ટિ રાખનાર મહામોહનીયના બંધનમાં ફસાય છે. (૧૪) કોઈ સ્વામીએ અથવા ગામના લોકોએ કોઈ અનીશ્વર એટલે કે દરિદ્રને સ્વામી બનાવી દીધો હોય અને તેમની સહાયથી તેની પાસે ખૂબ સંપત્તિ આવી ગઈ હોય, ઈર્ષ્યા અને પાપથી કલુષિત ચિત્તવાળો તે જો પોતાના ઉપકારીઓના કાર્યમાં અંતરાય – વિપ્ન ઉપસ્થિત કરે તો તેને મહામોહનીય-કર્મના ભાગી થવું પડે છે. (૧૫) જેવી રીતે સર્પિણી પોતાના ઈંડાઓને મારી નાખે છે તેવી જ રીતે જે પુરુષ પોતાના પાલક, સેનાપતિ અથવા પ્રશાસ્તા (કલાચાર્ય કે ધર્માચાર્ય)ની હિંસા કરે છે તે મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૧૬) જે રાષ્ટ્રનાયક, નિગમનેતા (વ્યાપારીઓનો નેતા) અથવા યશસ્વી શેઠની હત્યા કરે છે તે મહામોહનીયકર્મનું બંધન કરે છે. (૧૭) જે બહુજન-નેતા, બહુજન-રક્ષક અથવા તેવા જ પ્રકારના અન્ય પુરુષની હત્યા કરે છે તે મહામોહનીય-કર્મનો ભાગી બને છે. (૧૮) જે દીક્ષા લેવા માટે ઉપસ્થિત છે, જેણે સંસારથી વિરક્ત થઈ દીક્ષા ગ્રહણ કરી છે, જે સંયત છે, જે તપસ્યામાં સંલગ્ન છે તેને બલાત્કારે ધર્મભ્રષ્ટ કરવાથી મહામોહનીયનો બંધ થાય છે. (૧૯) જે અજ્ઞાની પુરુષ અનંત જ્ઞાન અને અનંત દર્શનવાળા જિનોની નિંદા – અવર્ણવાદ કરે છે તે મહામોહનીયના બંધનમાં ફસાય છે. (૨૦) જે ન્યાયયુક્ત માર્ગની નિંદા કરે છે અને પોતાના તથા બીજાઓના આત્માને તેનાથી જુદા પાડે છે તે મહામોહનીય કર્મનું ઉપાર્જન કરે છે. (૨૧) જે આચાર્ય-ઉપાધ્યાયની કૃપાથી શ્રત અને વિનયનું શિક્ષણ મળ્યું હોય તેમની જ નિંદા કરવાથી મહામોહનીય-કર્મનો બંધ થાય છે. (૨૨) જે આચાર્ય-ઉપાધ્યાયની સારી રીતે સેવા નથી કરતો તે અપ્રતિપૂજક અને અહંકારી હોવાથી મહામોહનીય-કર્મનું ઉપાર્જન કરે છે. (૨૩) જે વાસ્તવમાં અબહુશ્રુત છે પરંતુ લોકોમાં પોતાની જાતને બહુશ્રુત રૂપે પ્રખ્યાત કરે છે તે મહામોહનીયના ફંદામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org