________________
૧૮૬
અંગબાહ્ય આગમો ધનની અસાધારણ વૃદ્ધિ થવી, આ વૃદ્ધિ દૃષ્ટિમાં રાખતાં પોતાના આવનાર પુત્રનું નામ વર્ધમાન રાખવાનો સંકલ્પ કરવો, મહાવીરનું ગર્ભાવસ્થામાં કેટલાક સમય માટે હલનચલન બંધ કરવું અને એનાથી ઘરમાં શોક છવાઈ જવો, માતા-પિતાના સ્નેહને વશ થઈ મહાવીરનો માતા-પિતા જીવિત રહે ત્યાં સુધી ગૃહત્યાગ ન કરવાનો નિશ્ચય – અભિગ્રહ, ચૈત્ર સુદ તેરસની લગભગ મધ્યરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં ત્રિશલાની કુક્ષિમાં પુત્રનો જન્મ થવો (પ્રથમ ગર્ભની તિથિથી નવ મહિના સાડા સાત દિવસ વ્યતીત થતાં મહાવીરનો જન્મ થયો), દેવો અને મનુષ્યો દ્વારા વિવિધ ઉત્સવો કરવા, પુત્રનું વર્ધમાન નામ રાખવું, વર્ધમાનનો વિવાહ, અપત્ય વગેરે અવસ્થાઓમાંથી પસાર થવું, હસ્તોત્તરા નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્ય (વસ્ત્ર) લઈને એકલા જ પ્રવ્રજિત થવું, તેર મહિના સુધી વર્ધમાનનું સચેલક – સવસ્ત્ર રહેવું તથા ત્યાર પછી અચેલક – દિગંબર – કરપાત્રી – નગ્ન બનવું (સંવછર સહિયે માં નાવ ચીવરધારી હોસ્થા, તેના પર અત્રે પાપડિશા), બાર વર્ષ તપસ્યા વગેરેમાં વ્યતીત થતાં વૈશાખ સુદ દશમના દિવસે જૂક્લિક ગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારા પર એક ખંડેર જેવા પ્રાચીન ચૈત્યની પાસે આવેલા શ્યામક ગૃહપતિના ખેતરમાં રહેલ શાલ વૃક્ષની નીચે હસ્તોત્તરા નક્ષત્રનો યોગ થતાં મહાવીરને કેવલજ્ઞાન-કેવલદર્શન ઉત્પન્ન થવું, ભગવાનનો અસ્થિકગ્રામમાં પ્રથમ વર્ષાવાસ – ચાતુર્માસ, ત્યારપછી ચંપા, પૃષ્ઠચંપા, વૈશાલી, વાણિયગ્રામ, રાજગૃહ, નાલંદા, મિથિલા, ભદ્રિકા, આલબિકા, શ્રાવસ્તી, પ્રણીતભૂમિ (વજભૂમિ), મધ્યમ-પાવામાં વર્ષાવાસ કરવો, અંતિમ વર્ષાવાસ સમયે મધ્યમ-પાવા નગરીમાં કારતક વદિ અમાવાસ્યાની રાત્રિએ સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં ભગવાનનું બોતેર વર્ષની અવસ્થામાં મુક્ત થવું.
શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ હતાં : વર્ધમાન, શ્રમણ અને મહાવીર. મહાવીરના પિતાનાં પણ ત્રણ નામ હતાં : સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રનાં હતાં. તેમનાં પણ ત્રણ નામ હતા : ત્રિશલા, વિદેહદિક્ષા અને પ્રિયકારિણી. મહાવીરના કાકા (પિતૃવ્ય)નું નામ સુપાર્શ્વ (સુપાસ), મોટાભાઈનું નામ નંદિવર્ધન, બહેનનું નામ સુદર્શના અને પત્નીનું નામ યશોદા હતું. યશોદા કૌડિન્ય ગોત્રની હતી. મહાવીરની પુત્રીનાં બે નામ હતાં : અનવદ્યા (અણોજ્જા) અને પ્રિયદર્શના. પ્રિયદર્શનાની પુત્રીનાં પણ બે નામ હતાં : શેષવતી અને યશસ્વતી.
ભગવાન મહાવીરના સંઘમાં સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા આ પ્રમાણે હતી : ૧૪,000 શ્રમણો, ૩૬,૦૦૦ શ્રમણીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org