________________
દશાશ્રુતસ્કંધ
૧૮૩
માસિકી પ્રતિમાધારી અનગાર (ગૃહવિહીન), વ્યુત્કૃષ્ટકાય (શારીરિક સંસ્કારોનો ત્યાગ કરનાર), ત્યક્તશરીર (શરીરનું મમત્વ છોડી દેનાર) સાધુને જો કોઈ ઉપસર્ગ (આપત્તિ) આવી પડે તો તેને ક્ષમાપૂર્વક સહન કરે અને કોઈપણ પ્રકારની દીનતા બતાવે નહિ. આ પ્રતિમામાં સાધુએ એક દત્તિ' અન્નની અને એક દત્તિ જળની લેવી કલ્પે છે. તે પણ અજ્ઞાત કુળમાંથી શુદ્ધ અને અલ્પ માત્રામાં તથા મનુષ્ય, પશુ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ભિખારી (વનીપક) વગેરે જતાં રહે ત્યાર પછી જ લેવાનું વિહિત છે. જ્યાં એક વ્યક્તિ માટે ભોજન બન્યું હોય ત્યાંથી ભોજન ગ્રહણ કરવું જોઈએ. ગર્ભવતી માટે, નાના બાળકોવાળી સ્ત્રી માટે, બાળકને દૂધ પીવડાવતી સ્ત્રીને માટે બનેલ ભોજન અકલ્પ્ય નિષિદ્ધ છે. જેના બંને પગ ઉંબરાની અંદર હોય અથવા બંને પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી આહાર ન લેવો જોઈએ. જે એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર રાખીને ભિક્ષા આપે તેની પાસેથી જ ભિક્ષા લેવી જોઈએ (આ અભિગ્રહ એટલે કે પ્રતિજ્ઞાવિશેષ છે). માસિકી ભિક્ષુપ્રતિમા પ્રતિપન્ન નિગ્રંથનો ભિક્ષાકાળ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે : આદિ, મધ્ય અને અંત્ય. આદિ ભાગમાં ભિક્ષા માટે જાય ત્યારે મધ્ય અને અંત્ય ભાગમાં ન જવું જોઈએ. એ જ રીતે બાકીના બે ભાગોના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. માસિકી પ્રતિમામાં સ્થિત શ્રમણને જ્યાં કોઈ જાણતું હોય ત્યાં તે એક રાત રહી શકે છે, જ્યાં તેને કોઈ પણ જાણતું ન હોય ત્યાં તે બે રાત રહી શકે છે. આનાથી અધિક રહે તો તેટલા જ દિવસનું છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત લાગે છે. માસિકી પ્રતિભા પ્રતિપત્ર અણગાર માટે ચાર પ્રકારની ભાષા કલ્પ્ય છે આહાર વગેરે માટે યાચના કરવાની, માર્ગ વગેરે બાબતમાં પૂછવાની, સ્થાન વગેરે માટે અનુમતિ લેવાની અને પ્રશ્નોના ઉત્તર આપવાની. આ પ્રતિમામાં રહેલ સાધુ માટે સૂત્રકારે બીજી પણ અનેક વાર્તોનું વિધાન કર્યું છે જે વાંચીને જૈન આચારની કઠોરતાનું સહજપણે જ અનુમાન કરી શકાય છે. ઉદાહરણ માટે જો કોઈ વ્યક્તિ તેના ઉપાશ્રય (નિવાસસ્થાન) માં આગ લગાડે તો પણ તેણે ઉપાશ્રયની બહાર નીકળવું ન જોઈએ અને જો બહાર હોય તો અંદર ન જવું જોઈએ. જો કોઈ તેનો હાથ પકડી ખેંચવાનો પ્રયત્ન કરે તો તેણે હઠ ન કરતાં સાવધાનીપૂર્વક બહાર નીકળી જવું જોઈએ. એ જ રીતે જો તેના પગમાં લાકડાનું હૂં, કાંટા, કાંકરા વગેરે ઘૂસી જાય તો તેણે કાંટા વગેરે ન કાઢતાં ૧. સાધુના પાત્રમાં અન્ન કે જળ આપતી વેળાએ અપાતા પદાર્થની અખંડ ધારા ચાલુ રહે તેનું નામ “દત્તિ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org