________________
૧૮૨
અંગબાહ્ય આગમો
બીજા પાસે આરંભ કરાવવાનો પરિત્યાગ કરી શકતો નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ અવિધ આઠ મહિના છે.
નવમી પ્રતિમા ધારણ કરનાર શ્રમણોપાસક આરંભ કરવાનો અને કરાવવાનો પરિત્યાગ કરે છે પરંતુ ઉદ્દિષ્ટ ભક્ત અર્થાત્ પોતાના નિમિત્તે બનાવેલા ભોજનનો ત્યાગ કરતો નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ અવધિ નવ મહિના છે.
દસમી ઉપાસકપ્રતિમા ગ્રહણ કરનાર ઉદ્દિષ્ટ ભક્તનો પણ ત્યાગ કરે છે અને અસ્તરા (ક્ષુર)થી મંડિત બની શિખા ધારણ કરે છે. જ્યારે તેને કોઈ એક કે અનેક વાર બોલાવે છે ત્યારે તે બે જ ઉત્તર આપે છે. જાણતો હોય તો કહે છે કે હું આ વાત જાણું છું. ન જાણતો હોય તો તેનો ઉત્તર હોય છે કે હું આ વાત જાણતો નથી. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ માસની કહેવામાં આવી છે.
અગિયારમી ઉપાસક પ્રતિમામાં રહેલ શ્રાવક અસ્તરાથી માથું મુંડાવે છે અથવા હાથ વડે લુંચન કરે છે. સાધુનો આચાર અને ભાંડોપકરણ (પાત્રો વગેરે) ગ્રહણ કરી મુનિવેશમાં નિગ્રંથ ધર્મનું પાલન કરતો કરતો વિચરે છે. જ્ઞાતિ - જાતિના લોકો સાથે તેના પ્રેમ-બંધનનો વિચ્છેદ થતો નથી આથી તે તેમને ત્યાં જ ભિક્ષાવૃત્તિ માટે જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અગિયારમી પ્રતિમામાં રહેલ શ્રમણોપાસક પોતાની જાતિના લોકો પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરે છે. ભિક્ષા ગ્રહણ કરતી વેળાએ તેણે તે ધ્યાન રાખવું જોઈએ કે દાતાને ત્યાં જતાં પહેલાં ચોખા ગંધાઈ ચૂક્યા હોય અને દાળ (સૂપ) ચડી ન હોય તો તેણે ચોખા લઈ લેવા જોઈએ, દાળ નહિ. એ જ રીતે જો દાળ ચડી ગઈ હોય અને ચોખા ન ચડ્યા હોય તો દાળ લઈ લેવી જોઈએ, ચોખા નહિ. પહોંચતાં પહેલાં બંને વસ્તુઓ ગંધાઈ ગઈ હોય તો બંને લેવામાં કોઈ દોષ નથી. જો બંને વસ્તુઓ પછી બની હોય તો બેમાંથી એક પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે પહોંચતાં પહેલાં રંધાઈ ગયેલી વસ્તુ તેણે ગ્રહણ કરવી જોઈએ, પછી બનનારી વસ્તુ નહિ. આ પ્રતિમાની ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયાર મહિના છે.
ભિક્ષુપ્રતિમાઓ :
સાતમા ઉદ્દેશમાં ભિક્ષુ અર્થાત્ શ્રમણની પ્રતિમાઓનું વર્ણન છે. ભિક્ષુપ્રતિમાઓની સંખ્યા બાર છે ઃ ૧. માસિકી ભિક્ષુપ્રતિમા, ૨. દ્વિમાસિકી ભિક્ષુપ્રતિમા, ૩-૭. યાવત્ સપ્તમાસિકી ભિક્ષુપ્રતિમા, ૮-૧૦. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સપ્તરાન્ત્રિદિવા ભિક્ષુપ્રતિમા, ૧૧. અહોરાત્રિ ભિક્ષુપ્રતિમા, ૧૨. એકરાત્રિકી ભિક્ષુપ્રતિમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org