________________
દશાશ્રુતસ્કંધ
૧૮૧ ઉષ્ણોદક-કાયસિંચન (ગરમ પાણી શરીર ઉપર રેડવું), અગ્નિદાહ (સળગાવવું), યોક્સ-ત્ર-નેત્ર-કશ-લધુકશ-લતાજન્ય પાર્વોદાલન (ચાબુક વગેરેથી પીઠની ચામડી ઉતારવી), દંડ-અસ્થિ-મુષ્ટિ-લેણુક-કપાલજન્ય કાયાકુટ્ટન (દડા વગેરેથી શરીરને પીડા પહોંચાડવી).
સમ્યગ્દષ્ટિ અર્થાત્ આસ્તિક (આહિયદિઠી)ના ગુણોનું વર્ણન કરતાં સૂત્રકારે ઉપાસકની અગિયાર પ્રતિમાઓનું આ પ્રમાણે વર્ણન કર્યું છે –
પ્રથમ પ્રતિમામાં સર્વધર્મવિષયક રુચી હોય છે. તેમાં અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ વગેરે સમ્યપણે આત્મામાં સ્થાપિત હોતા નથી.
| દ્વિતીય પ્રતિમામાં અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ વગેરે ધારણ કરવામાં આવે છે પરંતુ સામાયિક વ્રત અને દેશાવકાશિકવ્રત (નવમું અને દસમું શ્રાવકવ્રત)નું સમ્યકપણે પાલન થતું નથી.
ત્રીજી પ્રતિમામાં સામાયિક અને દેશાવકાશિક વ્રતોની સમ્યફ અનુપાલના થવા છતાં પણ ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમાના દિવસે પૌષધોપવાસવ્રત (અગિયારમું વ્રત)ની સમ્યફ આરાધના થતી નથી.
ચતુર્થ પ્રતિમામાં રહેલ શ્રમણોપાસક ચતુર્દશી વગેરેના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પૂર્ણપણે પાલન કરે છે પરંતુ “એકરાત્રિકી” ઉપાસકપ્રતિમાનું સમ્યફ આરાધન કરતો નથી.
પંચમ પ્રતિમામાં રહેલ શ્રમણોપાસક “એકરાત્રિકી” ઉપાસકપ્રતિમાનું સમ્યકુ પાલન કરે છે, સ્નાન કરતો નથી, રાત્રિભોજનનો ત્યાગ કરે છે, ધોતિયાની પાટલી વાળતો નથી (મુકુલિત–મઉલિકડ), દિવસે બ્રહ્મચારી રહે છે અને રાત્રિમાં મૈથુનનું મર્યાદાપૂર્વક સેવન કરે છે. આ પ્રકારના ઉપાસકે ઓછામાં ઓછું એક-બે-ત્રણ દિવસ અને વધુમાં વધુ પાંચ મહિના સુધી પ્રસ્તુત પ્રતિમામાં સ્થિત રહેવું જોઈએ.
છઠ્ઠી પ્રતિમામાં રહેલ ઉપાસક દિવસની માફક રાત્રિમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે પરંતુ બુદ્ધિપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગ કરતો નથી. આ પ્રતિમાની અધિકતમ સમયમર્યાદા છ મહિના છે.
સાતમી પ્રતિમા ગ્રહણ કરનાર શ્રાવક સચિત્ત આહારનો પરિત્યાગ કરી દે છે પરંતુ આરંભ (કૃષિ વગેરે વ્યાપાર)નો ત્યાગ કરતો નથી. આ પ્રતિમાની અધિકતમ સમય-અવધિ સાત માસ છે.
આઠમી પ્રતિમા ધારણ કરનાર પોતે તો આરંભનો પરિત્યાગ કરે છે પરંતુ ૧. રાત્રિમાં કાયોત્સર્ગ અવસ્થામાં ધ્યાન કરવું.
એ. આ. - ૧ ૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org